<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાજકોટ જિલ્લામાં મંજૂરી પછી માત્ર ૩૦ દિ'માં થ્રેસર ખરીદવામાં મુશ્‍કેલી

મુદત વધારવા મંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખનો પત્ર

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જિલ્લામાં ખેડૂતો માટે મંજૂર થયેલ થ્રેશર મશીન ખરીદવા માટે મુદત વધારો આપવા બાબત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કૃષિ મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

પ્રવીણાબેનએ પત્રમાં જણાવ્‍યું છે કે, રાજકોટ જીલ્લાનાં ખેડૂતો માટે ચાલુ વર્ષે ‘મુખ્‍યમંત્રી કૃષિ યાંત્રિકરણ' યોજના અન્‍વયે રાજકોટ જિલ્લાના ખેડૂતોને પાવર થ્રેસર ખરીદવા માટે કુલ ૮૩૦ ટાર્ગેટ મંજૂર કરવામાં આવેલ છે અને સરકારનાં નિયમો અનુસાર અરજી મંજૂર કર્યાના ૩૦ દિવસમાં આ મશીન ખરીદવાનું રહે છે.

જસદણ એ કૃષિ સંલગ્ન યંત્રો બનાવવા માટેનું હબ છે મોટાભાગે ત્‍યાંથી સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો આ યંત્રોની ખરીદી કરે છે પરિણામે આ વિસ્‍તારના કારખાનાઓમાં પણ વિવિધ યંત્રોની ખુબ જ માંગ રહે છે અને અત્રે મળે ખેડૂતોની રજૂઆત મુજબ હાલ આ પાવર થ્રેસર ખરીદવા માટે બે માસ જેટલું લાંબુ વેઇટીંગ છે. સરકારની જોગવાઇ અનુસાર ખેડૂતોને ૩૦ દિવસમાં આ મશીનરી ખરીદી કરવામાં મુશ્‍કેલી પડી રહી છે. સબબ આ પાવર થ્રેસરની ખરીદી કરવા માટે ૬૦ દિવસ સુધીનો મુદત વધારો આપવા રજૂઆત છે.

(3:57 PM IST)