News of Friday, 18th October 2024
જય કોટેચાના ૩૪માં જન્મદિન નિમિતે થેલેસીમીયા પીડિત બાળકો માટે રવિવારે મેડીકલ માર્ગદર્શન કેમ્પ-આનંદોત્સવ
અમદાવાદના હેમેટોલોજીસ્ટ ડો. નિસર્ગ ઠક્કર અને થેલેસીમીયા રોગના જાણકાર ડો. નિખિલ શેઠ માર્ગદર્શન આપશે : સૌ થેલેસેમીક બાળકોને જાહેર આમંત્રણ : જીતુલભાઇ કોટેચાનો આર્થિક સહયોગ

રાજકોટ : વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુભાઇ કોટેચા(થેલેસેમીયા મેજર યુવાન)ના ૩૪માં જન્મદિન નિમીતે સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે તા. ૨૦, ઓકટોબર, રવીવારે, હરીહર સોસાયટી, હરીહર કોમ્યુનીટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે બપોરે ૩- વાગ્યાથી રાત્રીના ૮૦ વાગ્યા સુધી મેડીકલ માર્ગદર્શન સેમીનાર અને આનંદોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તો, ભોજન અને વિવિધ ગેમ્સ રમાડવામાં આવશે . થેલેસેમીયા પીડીત બાળકને ગીફટ આપવામાં આવશે. થેલેસેમીયા પીડીત બાળકો પરીવાર સહીત સમયસર ઉપસ્થિત રહે તેવુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
થેલેસેમીયા પિડીત યુવાન જય જીતુલભાઈ કોટેયાના ૩૪ માં જન્મદિન નિમીતે જીતુલભાઈ જયંતીલાલ કોટેચા, શ્રીમતી દીપાબેન જીતુલભાઈ કોટેચા, ચિ. જયના જીતુલભાઈ કોટેચા તથા કોટેચા પરીવારના સંપૂર્ણ આર્થિક સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો યોજાનાર મેડીકલ માર્ગદર્શન સેમીનાર તથા આંનદોત્સવમાં થેલેસેમિયા મેજર દર્દીઓ માટેના મેડીકલ માર્ગદર્શન કાર્યક્રમમાં અમદાવાદથી નિષ્ણાંત તબીબ, જાણીતા હેમેટોલોજીસ્ટ ડો. નિર્સગ ઠકકર (ત્રિશા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, અમદાવાદ) દ્વારા થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સૌરાષ્ટ્રના જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો. રાજેશ તૈલી થેલેસેમીયા બાળકોનું હૃદય કેવી રીતે સુરક્ષીત રાખી શકાય તે અંગેની વિશેષ માહિતી તથા થેલેસેમીયા રોગના જાણકાર ડો. નીખીલ શેઠ (પીડીયાટ્રીશ્યન) બાળકોમાં થતાં થેલેસેમીયા રોગ વિશે ખાસ ઉપસ્થિત રહી થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને માર્ગદર્શન આપશે.
જય અમિતાભ બચ્ચનને પણ મળી આવ્યો છે. અમેરિકા સહિતના દેશોમાં તેણે પ્રવાસ પણ કર્યો છે. આપત્તિને અવસર બનાવી જયે પોતાના માતા પિતા, બહેન તેમજ કોટેચા પરિવારના સહયોગથી માત્ર થેલેસેમિયા રોગને પણ નહીં પરંતુ દિવ્યાંગતાને પણ મહાત આપી છે. થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક, જાનલેવા રોગ છે. આ રોગ માતા-પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટના હિસાબે બાળકોમાં જોવા મળે છે, જેથી બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર(અતિ મર્યાદિત આયુષ્યનું પણ જોખમ) અને દર મહિને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ લેવી પડે છે, ઈન્જેકશનો લેવા પડે છે, જે સારવારનો ખર્ચ દર મહિને રૂા. ૮,૦૦૦ થી રૂા. ૧૦,૦૦૦ થાય છે, જે સારવાર કરાવવા છતા પણ ઘણાં દર્દીઓને કમનસીબે બચાવી શકાતા નથી.
થેલેસેમીયાના બે પ્રકાર છે : (૧) થેલેસેમીયા માઈનોર.. જેમકે અમિતાભ બચ્ચન કે જેને થેલેસેમિયા માઈનોર છે પણ તેને કોઈ સારવારની જરૂર નથી. (૨) થેલેસેમીયા મેજર અથવા રોગગ્રસ્ત પરિસ્થિતિ કે જેમાં જન્મેલા બાળકને જિંદગીભર લોહી, દવા, સારવારની જરૂર પડે છે. જો માતા - પિતા બંને થેલેસેમીયા માઈનોર હોય તો જ બાળકને થેલેસેમીયા મેજર રોગ થવાની પુરેપુરી શકયતા રહેલી છે. થેલેસેમીયા મેજર મુખ્યત્વે તમામ જ્ઞાતિમાં અને ધર્મમાં જોવા મળે છે. રકત એજ આ બાળકોનો ખોરાક છે માટે જ રકતદાન પ્રવળતિ જ આ થેલેસેમિયા પીડીત બાળકોના જીવનદીપને પ્રજવલીત રાખી શકે છે.
એક થેલેસેમીયા પીડીત બાળકને પોતાની મર્યાદિત જીંદગી દરમિયાન લગભગ ૫૦ થી ૬૦ હજાર ટીકડીઓ, ૫ થી ૬ હજાર ઇન્જેકશન તેમજ ૭૦૦ જેટલી બોટલ લોહીની ચડાવવી પડતી હોય છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૧૦,૦૦૦ બાળકો જીવલેણ તેમજ અત્યંત પીડાદાયક બિમારી થેલેસેમીયા ગ્રસ્ત છે અને કમનસીબે, પુરતી જાગળતિના અભાવે નવા બાળકો હજુ જન્મતા જ જાય છે. રાજકોટમાં પણ ૫૦૦ જેટલા તમામ ધર્મ તમામ જ્ઞાતીના થેલેસેમીયા પીડીત બાળકો સતત પીડા વચ્ચે પોતાનું જીવન વ્યતીત કરી રહયાં છે. રાજકોટ ગત મહિનાઓ દરમ્યાન જ અનેક થેલેસેમીક બાળકો કમનશીબે થેલેસેમીયાની બિમારીના હિસાબે મળત્યુ પામ્યા છે. જેમ પોલીયો રોગની નાબુદી કરવામાં સરકારને, સંસ્થાઓને સફળતા મળી તેજ રીતે થેલેસેમીયાની નાબુદી કરવામાં હજુ વધુ અભીયાન સરકારી તંત્રો, સંગઠનો, સંસ્થાઓ, જ્ઞાતીઓ, મેરેજબ્યુરોના સંચાલકો, સ્કુલ-કોલેજો-યુનીવર્સિટીઓ ઉપાડે તે સમયની માંગ છે.
રાજકોટ લોહાણા મહાજન, અખિલ સૌરાષ્ટ્ર - કચ્છ રઘુવીર સેના (રાજકોટ), ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, એડવોકેટ યોગેશભાઈ લાખાણી, હોસ્પિટલ સેવા મંડળ, અંબિકા ટ્રસ્ટ, જગતસિંહ જાડેજા, ભારત વિકાસ પરીષદ, મુકેશભાઈ દોશી, ડી.વી. મહેતા (લાઇક સંસ્થા), જૈન સોશ્યલ ગળપ પરીવાર, પુરૂષાર્થ યુવક મંડળ, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, સંકલ્પ ટ્રસ્ટ, થેલેસેમીયા પીડિત બાળકો માટે કાર્ય કરતી સંસ્થાઓ, બડા બજરંગ મિત્ર મંડળ સહિતનાનો સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.
ટુંક સમયમાં સંકલ્પ ઇન્ડીયા ફાઉન્ડેશન (બેંગ્લોર)ના માર્ગદર્શન અને સહયોગથી વિશ્વકક્ષાનું સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન આધુનીક બ્લડ ટ્રાન્સમીશન સેન્ટર કરણપરા, લોહાણા મહાજનવાડી, રાજકોટ ખાતે રાજકોટ લોહાણા મહાજનના -મુખ રાજુભાઈ પોબારૂ, ડો. નિશાંત ચોટાઈ, ડો. જનકભાઈ ઠકકર, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલ કોટેચા તથા રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી શરૂ થવા જઈ રહયું છે.
આ મેડીકલ માર્ગદર્શન સેમીનારમાં ઉપસ્થિત રહેવા સૌ થેલેસેમીક બાળકોને વધુને વધુ લાભ લેવા માટે વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, જીતુલ કોટેચા, ડો. રવિ ધાનાણી,, કલ્પેશભાઈ પલાણ, સંજયભાઈ કક્કડ, પૂર્વ મેયર જનકભાઈ કોટક, દીપકભાઈ રાજાણી, બાલાભાઈ સૌમૈયા, હિરેનભાઈ વડેરા, ડો. રમેશભાઈ ભાયાણી, હિતેશભાઈ ખખ્ખર તથા હરીહર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ વિમલભાઈ ડી. જાની, વિજયસિંહ ડી. ચૌહાણ, હરીભાઈ એમ. પટેલ, મૌલિક્ભાઈ એસ. ઢેબર, ચંદુભાઈ આર. પટેલ, જીતેષભાઈ પી. શાહ, યોગેશભાઈ એ.ઘેલાણી, સુનીલભાઈ એમ. ભીંડી, શાંતિલાલ ટી. ફળદુ સેજલબેન આર. વાઢેર, નીશાબેન કે. ચૌહાણ સહિનાઓ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વિવેકાનંદ યુથ ક્લબ તથા હરીહર કો.ઓપ.હા.સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ના સહયોગથી જય જીતુલભાઈ કોટેચાના ૩૪ માં જન્મદિન -સંગે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના થેલેસેમીયા પીડીત બાળકો માટે મેડીકલ માર્ગદર્શન કેમ્પ અને આનંદોત્સવમાં ડો. રમેશભાઈ ભાયાણી સાહેબ, ડો. જનકભાઈ ઠક્કર, કિશોરભાઈ રાઠોડ, ઉપેનભાઈ મોદી, -ફુલભાઇ ગોસ્વામી વિનયભાઈ જસાણી, રંજનબેન લાલ, હીરેનભાઈ લાલ પરીવાર, અરુણભાઈ નિર્મળ, ધર્મેશભાઈ મહેતા, હસુભાઈ રાચ્છ, પારસભાઈ મોદી, રમેશભાઈ ઠક્કર, હિમાંશુભાઈ માંકડ, સુરેશભાઈ બાટવીયા, કિરીટભાઈ પાંધી, હિતેષભાઇ બાલાજી તક્ષભાઈ મિશ્રા, વિજયભાઈ પુરવાણી, દીપકભાઈ રાજાણી, ધર્મેશભાઈ જોગિયા, સંદીપભાઈ પાલા, ડો. રવી ધાનાણી, ધર્મેશ રાયચુરા, ધારા રાજદેવ, અભી વ્યાસ, હિરેન મંગલાણી, પુનીતાબેન હોસ્પિટલ, ધર્મેશભાઈ સાકરિયા, ડો. સીમા બુધરાણી, અમિતભાઈ મહેતા, નેહલ દવે, દુર્ગેશ ગંગેરા, કલ્પેશભાઈ ગમારા, ભાસ્કરભાઈ પારેખ, અરવિંદભાઈ વોરા, સુનીલભાઈ દામાણી, ઉમાબેન ધાવરી, લવજીભાઈ પ્રજાપતિ, દિપકભાઈ શેઠ, નીલેશભાઈ કામદાર, રાહુલભાઈ ગોહેલ, રાજકોટ લોહાણા મહાજન, મોઢ વણિક વિધાર્થી ભવન, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, હોસ્પીટલ સેવા મંડળ, રેડક્રોસ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, વોલન્ટરી બ્લડ બેંક, નાથાણી બ્લડ બેંક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક સેવારત હોવાનું જણાવાયું છે.
થેલેસેમીયા પીડીત બાળકોનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, હિતેશભાઈ બાલાજી, પરસોતમભાઈ વેકરીયા, મનોજભાઈ ચૌહાણ, મિતુલભાઈ લાલ, હિતેષભાઈ ગણાત્રા, લલીતભાઈ પુજારા, નૈષધભાઈ વોરા, શૈલેષભાઈ ચૌહાણ, જયરામભાઈ પટેલ, મિત ખખ્ખર, વિનેશભાઈ હિંડોચા, કિરીટભાઈ પાંધી, રાજેશભાઇ સેજપાલ (મુંબઈ), પરીમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, કિશોરસિંહ બારડ, અરવિંદભાઈ પારેખ, દશરથભાઈ પારેખ, સંદીપભાઈ પાલા, ધર્મેશભાઇ સોની, દિનેશભાઈ ધામેચા, જે.જે. પોપટ, ધર્મેશભાઈ સાકરીયા, રાહુલભાઈ ગોહેલ, વિપુલભાઈ ભટ્ટ, દિનેશભાઈ ગોવાણી, જીતુભાઈ ગાંધી, મહેશ જીવરાજાણી, મહેશભાઈ વ્યાસ, દક્ષીણીભાઈ જોષી, શરદભાઇ દવે, મિહિર ગોંડલિયા, વિનેશભાઈ હિંડોયા, મનસુખભાઈ રાજાણી, રમેશ શિશાંગિયા, અનિલ ધોળકીયા, અશ્વિનભાઈ સોનાગરા વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમ તેમજ થેલેસેમિયા અંગેની વિશેષ માહિતી માટે, અનુપમ દોશી (૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલ ખેતાણી (૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલ કોટેચા (૯૩૭૪૧ ૫૪૦૦૦), ડો. રવિ ધાનાણી (૯૪૨૭૨ ૩૬૯૦૨), વિમલભાઈ જાનીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. )
(4:00 PM IST)










