News of Friday, 18th October 2024
‘‘ભાઇની ઓફિસ'' અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસ ઓફીસનું નવા સરનામે રવિવારે શુભપ્રસ્થાન

રાજકોટ, તા. ૧૮ : ચાર કરતાં પણ વધુ દાયકાઓથી ‘ૅભાઈની ઓફિસ' નામથી સામાન્ય માનવીના હૃદયમાં અંકિત થયેલ, લોધાવાડ ચોકના પટાંગણમાં સ્થિત ‘અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ'ની ઓફિસ હવે નવા સ૨નામે સ્થળાંતરિત થયેલ છે. સરનામું નવું છે પરંતુ અભયભાઈએ ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની અને વકીલાતને માઘ્યમ બનાવી સમાજ સેવા કરવાની અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના તમામ સભ્યોની ઈચ્છાશકિત હજુ એ જ હોવાનું અંશ ભારદ્વાજે જણાવ્યું છે.
તા. ર૦ ના રવિવારે ધ સ્પાયર-ર, ચોથો માળ, શિતલ પાર્ક ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ, ખાતે નવી ઓફિસનો પ્રારંભ થશે.
અભયભાઈ ભારદ્વાજનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં સન્ ૧૯૫૪માં થયેલ. તેઓએ પ્રાથમીક તેમજ માધ્યમીક શિક્ષણ યુગાન્ડામાં કેળવેલ. ત્યારબાદ યુગાન્ડામાં સીવીલ વોર ફાટી પડતા સમગ્ર પરીવારે ભારત પરત આવી જવું પડેલ. પરીવારની આર્થીક પરિસ્થિતી નબળી હોવાના કારણે અભયભાઈ રાજકોટ ખાતે ૧૬ વર્ષની કિશોર વયે જનસત્તામાં ડેસ્ક એડિટર તરીકે જોડાય અને ૫૨ીવા૨ માટે કમાવવાનું શરૂ ક૨ી દીધેલ હતું. પરંતુ શિક્ષક દંપત્તીના પુત્ર હોવાના કા૨ણે તેઓએ પોતાનું ભણત૨ યથાવત્ રાખેલ હતું અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને એ.એમ.પી. સરકારી લો કોલેજમાંથી એલ.એલ.બી.ની ડિગ્રી મેળવેલ હતી. ત્યારબાદ અભયભાઈ પોતાના મામા ચીમનભાઈ શુકલ સાથે વિકલાતના વ્યવસાયમાં જોડાયેલ હતા. થોડા વર્ષો બાદ અભયભાઈએ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની સ્થાપના કરી પોતાની અલગ ઓફીસ શરૂ કરેલ હતી. લોધાવાડ ચોકમાં આવેલ ‘સુયોગ'ૅ કોમ્પ્લેક્ષમાં પાંચ બાય પાંચનાં નાનકડા રૂમથી અભયભાઈએ પોતાની સૌપ્રથમની સ્વતંત્ર વકિલ તરીકેની કારકીર્દિની શરૂઆત કરેલ હતી. અભયભાઈએ સ્વતંત્ર વકિલ તરીકેના શરૂઆતના દિવસોમાં ચીમનભાઈ શુકલ, ચીમનભાઈ નાગરદાસભાઈ શાહ, શરદભાઈ સોનપાલ, મધુભાઈ સોનપાલ, મોહનભાઈ સાયાણી તેમજ રાજકુમાર ક્રિપાલસિંહ જેવા દિગ્ગજ વકિલો પાસે માર્ગદર્શન મેળવી અને વકીલાતના દાવપેચ શીખેલ હતા.
પાંચ બાય પાંચના નાનકડા રૂમથી શરૂ થયેલ અભય ભારદ્રાજ એન્ડ એસોસીએટ્સ સમય પસાર થતા વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરતી ગઈ અને અભયભાઈની સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અગ્રેસર વકિલોમાં નામના કેળવાતી ગઈ. આ સમય દરમ્યાન અભયભાઈએ અસંખ્ય સંવેદનશીલ અને ચકચારી કેસોમાં
સ્પેશ્યલ પબ્લિક પ્રોસીકયુટ૨ તરીકે પોતાની ફરજ સફળતા પૂર્વક નીભાવી હતી. ૨૦૧૬માં દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના ૨૧ માં કાયદા પંચના સભ્ય તરીકે અભયભાઈની નીમણૂક ક૨વામાં આવી. આથી અભયભાઈ કાયદા પંચનું સભ્યપદ ગ્રહણ કરનાર દેશના ઈતિહાસના સૌપ્રથમ ટ્રાયલ કોર્ટના એડવોકેટ બન્યા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા અભયભાઈને નેશનલ ઈન્ડિસ્ટ્રિયલ ટ્રાયબ્યુનલના જજોની પસંદગીની સમીતીમાં શામેલ કરવામાં આવ્યા. સન્ ૨૦૨૦માં અભયભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્ય સભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને ૨૦૨૦ના જૂન મહિનામાં વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ચુંટાય અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ઓગસ્ટ ૨૦૨૦માં રાજ્ય સભામાં સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ગુજરાત પરત ફરતા સાથે જ તેઓ કોરોના સંક્રમીત થયા. કોરોના સાથે લાંબી જંગ જિલવા છતા અભયભાઈએ ૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પોતાનો દેહ ત્યાગ્યો હતો.
અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ ઓફિસ એક સૌરાષ્ટ્ર લીગલ યુનિવર્સિટીના નામથી પણ ઓળખાવા લાગેલ હતી કારણ કે અભયભાઈની ઓફિસમાંથી અનેક જુનીયર વકિલશ્રીઓ જજ તરીકે તથા અન્ય હોદ્દાઓ ઉપર હાલમાં બીરાજમાન છે અને અન્ય વકિલશ્રીઓ પણ તેઓની અલગ ઓફિસની સ્થાપના કરી હાલમાં ખ્યાતનામ વકિલો ત૨ીકે જાણીતા થયેલ છે. આમ અભયભાઈ ભારદ્વાજની ઓફિસમાંથી અસંખ્ય વકિલોએ શરૂઆત કરીને હાલમાં ઉચ્ચ હોદાઓ ઉપર અને વિકલાત ક્ષેત્રે નામના મેળવેલ છે.
અભયભાઈની આકસ્મિક વિદાય બાદ તેઓના પુત્ર અંશ અભયકુમાર ભારદ્વાજ તેમજ પુત્રી અમળતા અભયકુમાર ભારદ્વાજ દ્વારા અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની જવાબદારી સંભાળવામાં આવી છે. હાલ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના ૩૦ થી પણ વધુ વકીલો ઘણા ચકચારી કેસોમાં પોતાના અસીલોનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
‘‘ભાઈની ઓફિસ'' હવેથી અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સના નામે ૅધ સ્પાયર-૨ૅ, ૪૦૧, ૪થો માળ, શીતલ પાર્ક ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્થળાંતર થયેલ હોય સૌ આમંત્રિતોને તેમજ શુભેચ્છકોને તા.૨૦ રવિવારના સવારના ૯ થી ર કલાક સુધી આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અંશ ભારદ્વાજ (મો. ૯૭ર૭૪ ૭૩૭૩૦) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:18 PM IST)










