<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

મનપા હવે બુલડોઝર નહિ કરવત ચલાવશેઃ ગેરકાયદે બાંધકામોના થશે નળ કટ્ટ

પ્રથમ તબક્કે ૫૦ બાંધકામોનું લીસ્‍ટ તૈયાર કરતી ટાઉન પ્‍લાનીંગ શાખાઃ કેટલાક ડિમોલીશનના નામ-સરનામાં અઘુરા

રાજકોટ,તો ૧૮: મહાનગરપાલિકા દ્વારા અગ્નિકાંડ બાદ ગેરકાયદેર બાંધકામો વિરુદ્ધ તટસ્‍થ અને કડક કાર્યવાહી કરવાની તૈયારી આરંભી છે. છેલ્લા એક માસ દરમિયાન અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્‍યો છે. જયારે અગાઉ ૨૬૦/૨ની નોટીસ અપાઈ હોય અને આ પ્રકારના બાંધકામોનું ડિમોલેશન ન થયું હોય તેવા બાંધકામોનું લીસ્‍ટ તૈયાર કરવામાં આવી છે. ત્રણેય ઝોનમાં કુલ ૫૦ ગેરકાયદેસર બાંધકામોને ૨૬૦/૨ની નોટીસ અપાઈ હોવા  છતાં આજ સુધી ડિમોલેશન ન થયાનું બહાર આવ્‍યું છે. ત્‍યારે હવે કોર્પોરેશન દ્વારા આ પ્રકારના લીસ્‍ટ મુજબના બાંધકામોની સ્‍થળ તપાસ કરી ખરેખર જો આ બાંધકામ ગેરકાયદેસર હોય તો પ્રથમ આ બાંધકામનું નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી અમલવારી સાથે પ્રથમ ૩૭ ગેરકાયદેસર બાંધકામોના નળ જોડાણો ટુંક સમયમાં કાપવામાં આવશે. તેમ મનપાના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અગ્નિકાંડ બાદ બાંધકામ પરમીશન અને ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ મનપાએ હવે કડક ઝુંબેશ શરૂ કરી છે. અને અગ્નિકાંડ પહેલા ૨૬૦/૧ અને ૨૬૦/૨ની નોટીસ અપાઈ હોય અને કાર્યવાહી બાકી હોય તેવા ગેરકાયદેસર બાંધકામોનું લીસ્‍ટ તૈયાર કરવાના આદેશ થયા બાદ ટાઉન પ્‍લાનીગં વિભાગે ઝોનવાઈઝ ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં છેલ્લા એક માસ દરમિયાન અનેક બાંધકામો તોડી પાડી અમુક બાંધકામો સીલ થયા છે. પરંતુ અગાઉ હુકમ થયા હોય તેવા ગેરકાયદેસર બાંધકામોના નામ અને સરનામા અધુરા હોવાથી જગ્‍યા તેમજ આ પ્રકારના બાંધકામો શોધવા મુશ્‍કેલ બન્‍યા છે.

(4:25 PM IST)