News of Friday, 18th October 2024
રેલનગર વિસ્તારમાં પાણીના ધાંધિયાને બાય બાય... : ૧૩.૯ એલ.એલ. ક્ષમતાનો ટાંકો બનશે
૮.૨૮ કરોડના ખર્ચે બનનાર જી.એસ.આર. (સ્ટોરેજ) કામનો પ્રારંભ : ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ તા. ૧૮ : ભારત સરકારશ્રીની ‘અમળત ૨.૦' યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.૮.૨૮ કરોડના ખર્ચે ૧૩.૯ એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર. બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજ તા.૧૮, શુક્રવારના રોજ વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરવામાં આવ્યું.
‘અમળત ૨.૦' યોજના અંતર્ગત ૧૩.૯ એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર.ની કામગીરી પૂર્ણ થવાથી, શહેરના વિકાસશીલ વિસ્તાર રેલનગર અને તેની આજુબાજુના વિસ્તારના આશરે ૫૪,૦૦૦ જેટલા લોકોને સીધો લાભ મળશે અને સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થશે તેમજ શટ ડાઉન વગર લાઈનમાં રીપેરીંગ તેમજ પાણી વિતરણ થઈ શકશે.
આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, ઇસ્ટ ઝોનના નાયબ કમિશનર સ્વપિ્નલ ખરે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર મંજુબેન કુગશીયા, અલ્પાબેન દવે, વોટર વર્કસના સિટી એન્જીનિયર કે.પી.દેથરીયા, ડેપ્યુટી એન્જીનિયર ચેતન લાલચેતા, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
(4:10 PM IST)










