<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

IMAની જીમાકોન કોન્‍ફરન્‍સના મુખ્‍ય અતિથી પદ્મશ્રી અને પદ્મભુષણ ડો. તેજસ પટેલ રાજકોટમાં

રાજકોટ,તા.૧૯ : આજે રાજકોટના આંગણે જીમાકોન રાજ્‍ય કક્ષાની તબીબોની કોન્‍ફરન્‍સની સેશન શરૂ થઇ છે.  તેમાં મુખ્‍ય અતિથી તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતી પ્રાપ્‍ત કાર્ડીયોલોજીસ્‍ટ ડો. તેજસ પટેલ રાજકોટના આંગણે અતિથી બન્‍યા છે.

આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતી પ્રાપ્‍ત કાર્ડીયોલીજીસ્‍ટ ડો. તેજસ પટેલ પદ્મ શ્રી અને પદ્મ ભુષણ એવોર્ડથી સન્‍માનીત છે. ડો. તેજસ પટેલ ઇન્‍ટરવેશનલ કાર્ડીયોલોજી ક્ષેત્રે એન્‍જીયોગ્રાફીમાં નવી શોધના જનક  છે. છેલ્લા ૧૮ વર્ષથી તેઓ કાર્ડીયોલોજી માટેના ટ્રાઇકો કોર્ષ ચલાવે છે. જેમાં દેશ વિદેશના ૮ હજારથી વધુ તબીબોએ કાર્ડીયોલોજીની તાલીમ લીધી છે.

(1:30 PM IST)