તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
રાજકોટમાં તબીબોની જીમાકોન કોન્ફરન્સનો પ્રારંભ
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબીનું આગમન: સાયન્ટીફીક સેશન શરૂ: તંદુરસ્તી માટે પૌષ્ટીક આહાર-નિયમીત કસરત અને પુરતી ઉંઘ ખુબ જરૂરી : ડો. ભરત કાકડીયા-ડો. અતુલ પંડયા: સાંજે કોન્ફરન્સનું ઉદ્દઘાટન

રાજ્કાટ તા. ૧૯: ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ નું આયોજન ચાર પદ્મશ્રીથી નવાજાયેલ તબીબો સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાના તબીબો ઉપસ્થિત રહેવાના છે એ પ્રશંસનીય છે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-હેડ ક્વાર્ટર નવી દિલ્હીના ઈલેક્ટ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયકે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપ એવી ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-ગુજરાતની ૭૬મી રાજ્ય કક્ષાની કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો શુભારંભ થયો છે.
ડો. અનિલ નાયકના જણાવ્યા અનુસાર ગુજરાતભરના ત્રણ હજાર જેટલાં તબીબો તથા દેશભરમાંથી વિવિધ રોગના નિષ્ણાત તબીબોની ઉપસ્થિતિમાં યોજાયેલાં સમારોહમાં કોન્ફરન્સના સાયન્ટીફીક સેશનનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અગ્રણી તરીકે હું દેશભરના તમામ રાજ્યમાં વિવિધ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહુ છુ પણ રાજકોટની આ કોન્ફરન્સ તમામ ક્ષેત્રે ઉત્કળષ્ટ છે. વિવિધ વિષયોના નિષ્ણાત ફેકલ્ટી, એકેડમીક કાર્યક્રમો, પ્રદર્શન, પેપર પ્રેઝન્ટેશન દરેક ક્ષેત્રે ઉમદા આયોજન થયુ છે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ અને જીમાકોનની ટીમ અભીનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય કક્ષાએ આની નોંધ લેવાશે.
ગુજરાત આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયાએ જણાવ્યું હતું કે, હાલમાં સમાજમાં ખાનપાનની કુટેવો, વ્યસનો અને પરિશ્રમ વગરના જીવનના કારણે જીવનશૈલી સંબંધીત અનેક સમસ્યાઓ જોવા મળે છે. બાળકો અને યુવાનોમાં આજકાલ સોડાયુક્ત ઠંડા પીણા, જંકફુડ વગેરેનો વપરાશ બહુ વધ્યો છે. જેમાંથી શરીરને કોઈ પણ પ્રકારનું પોષણ મળતુ નથી ઉલ્ટા આ પ્રકારના પીણા અને કુડમાં વધુ પ્રમાણ રહેલ સુગરના કારણે પાચનમાં તકલીફ ઉભી થાય છે જે અંતે હોજરી, સ્વાદ પિંડ, આંતરડાને નુકસાન કરે છે. શહેરોમાં રમત-ગમતના મેદાનનો અભાવ જોવા મળે છે તો ભયંકર ટ્રાફીકના કારણે રોડ પર લોકો ચાલી શક્તા નથી. વધતા જતાં વાહન વ્યવહારના કારણે લોકોમાં ચાલવાનું પ્રમાણ ઘટતુ જાય છે. કામવાળા કલ્ચરના કારણે ગળહિણીઓને રોજના કામમાં થતી કસરત બંધ થતી જાય છે. યુવાનો અને ખાસ કરીને કોર્પોરેટ કલ્ચરમાં સીગારેટનું વ્યસન વધ્યુ છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે પણ તમાકુ, ગુટકા વગેરેના વ્યસન વધ્યા હોય એવુ લાગે છે. એક અભ્યાસ પ્રમાણે દેશમાં ગલોફા-ગળાના કેન્સર સૌથી વધુ સૌરાષ્ટ ગુજરાતમાં જોવા મળે છે.
ડો. કાકડીયાએ તંદુરસ્ત જીવન માટે પૌષ્ટીક આહાર, નિયમીત કસરત અને પુરતી ઉઘ જરૂરી હોવાનું જણાવી ખોરાકમાં પ્રોટીન યુક્ત ખોરાક, લીલા અને પાંદડાવાળા શાકભાજી, ફળ-ફળાદીનું પ્રમાણ વધારે રાખવા જણાવ્યુ છે. રોજ બરોજના ખોરાકમાં તેલ અને કાર્બોહાઈટ્રેડનો વપરાશ ખૂબ ઓછો રાખવા અને રોજ ૪૫ થી ૬૦ મીનીટ સુધી કોઈ પણ પ્રકારે શારિરીક શ્રમ-કસરત કરવા પર ભાર મુકયો હતો.
જીમાકોન-૨૦૨૪ના ચેરમેન ડો. અતુલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના સૌથી મોટા સંગઠન આઈ. એમ. એ.ની રાજ્યકક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની રાજકોટને તક મળી છે ત્યારે અમોએ આ વખતે વર્તમાન જીવન શૈલી સંબંધી વિવિધ રોગ અને તેની સારવાર પર ભાર મુકયો છે. અમારો હેતુ લોકો લાઈફ સ્ટાઈલ વ્યવસ્થિત કરે અને રોગમાં સપડાય જ નહીં એ મુખ્ય છે. તેમણે વર્તમાન લાઈફ સ્ટાઈલ પર વાત કરતાં કહ્યું હતું કે, અગાઉ આપણે સાયકલ વાપરતા, સ્કુલમાં ગ્રાઉન્ડ પરની રમતો ખૂબ રમતા, શેરી-ગલીમાં દોડાદોડી કરતા મોટા થયા, લોકોની તંદુરસ્તી સારી હતી. આપણે મોટી ઉમેરના તંદુરસ્ત વ્યક્તિને જોઈને એટલે જ કહીએ છીએ કે અગાઉનું ચોખ્ખુ ખાધેલ છે. જ્યારે આજે બાળકો કાચી વયે બાઈક ચલાવતા થઈ ગયા, સ્કુલમાં મેદાન જ બહુ રહ્યા નથી અને ભણતરના ભારના કારણે બાળકોને શેરી રમત શું એ જ ખબર નથી. જમવામાં જંક ફુડ આવી ગયુ એટલે હવે નાની ઉમરના લોકોમાં વિવિધ જટીલ રોગ દેખાવા લાગ્યા છે જે સમાજ માટે લાલબતી સમાન છે.
રાજકોટ આઈ.એમ.એ.ના પ્રેસીડન્ટ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીષ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી હોટલ સિઝન્સ ખાતે આજથી શરૂ થયેલી કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ બે દિવસ ચાલશે. શનિ-રવિ બે દિવસ દરમિયાન અનેક નિષ્ણાત ફેકલ્ટી પોતાના જ્ઞાન અને અનુભવના આધારે દર્દીની સારામાં સારી સારવાર કઈ રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે હાલ ભાગદોડભરી ટેન્શનયુક્ત જીંદગી જીવીને અનેક રોગોને સામેથી આમંત્રણ આપી રહ્યા છીએ જેની સામે અમે તબીબ લોકોને જાગળત કરવા પ્રયાસ હાથ ધર્યા છે. લોકો જીવનશૈલીમાં થોડો બદલાવ લાવે, નિયમીત જીવન સાથે કસરતને દૈનિક ક્રિયાનો ભાગ બનાવે તો તંદુરસ્ત રહી શકે છે.
જીમાકોનના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભટ્ટએ જણાવ્યું છે કે, વર્તમાન જીવનશૈલીના કારણે હૃદય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંઘાના-કમરના દુઃખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેક્શથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદુષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. ધ્વની પ્રદુપણના કારણે નાની ઉંમરમાં બહેરાશ-અનિદ્રાના રોગનો ભોગ અનેક લોકો બનતા જોવા મળે છે. આ ઉપરાંત અનેક રોગ સામે આપણે અગમચેતી રૂપે જીવનશૈલીમાં કેવા પરિવર્તન કરવા જોઈએ તે વિશે દેશભરમાંથી આવેલાં નિષ્ણાત ફેકલ્ટી માર્ગદર્શન આપશે.
સાયન્ટીફીક સેશનના શુભારંભ પ્રસંગે જાણીતા બિલ્ડર દિલીપભાઈ લાડાણી સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. કોન્ફરન્સ સાથે મેડિકલને સંલગ્ન એક્ઝીબિશન, પોસ્ટર પ્રેઝન્ટેશન વગેરે આયોજન જોઈ અધિકારી અને આગેવાનોએ કોન્ફરન્સના યજમાન આઈ.એમ.એ.ની ટીમને બિરદાવી હતી.
ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપ પ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-૨૦૨૪ના ચેરમેન ડો. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેક્રેટરીડા ડો. અમીષ મહેતા, જીમાકોન-૨૦૨૪ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી, ડો. દિપેશ ભલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કામાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડો.એસ.ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે.
ઈન્ડીયન મેડિકલ ઍસોસીઍશન-રાજકોટના યજમાન પદે યોજાયેલી સૌરાષ્ટ્રના તબીબી જગત માટે ગૌરવરૂપ ઍવી કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ના સાયન્ટીફીક સેશનના શુભારંભ પ્રસંગની તસવીરો.
(1:32 PM IST)










