તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
ચૂનારાવાડ ચોક યુવાનના એકટીવાની ડેકી તોડી રૂા. ૧પ હજારની ચોરી કરનારા બે પકડાયા
થોરાળા પોલીસના પીઆઇ એન. જી. વાઘેલાની રાહબરી હેઠળ કામગીરીઃ કોન્સ કિરણભાઇ પરમાર, રવીભાઇ ગઢવી, અને પ્રકાશભાઇ ચાવડાની બાતમીઃ રોહીત માત્રાણીયા અને ભાવીક સોલંકીની ધરપકડ

રાજકોટઃ તા. ૧૯ :શહેરના ચૂનારાવાડ ચોક પાસે યુવાનને પાર્ક કરેલા એકટીવાની ડેકી તોડી રૂા. ૧પ૦૦૦ ચોરી કરનારા બે શખ્સોને થોરાળા પોલીસે બાતમીના આધારે ટ્રેકટર ચોક પાસેથી પકડી લીધા હતાં.
મળતી વિગત મુજબ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સિતાજી ટાઉનશીપ વિંગ-બી માં રહેતા રાકેશભાઇ ગણેશભાઇ યાદવ (ઉ.વ.૩૦) ને જૂની કાર ખરીદ કરવી હોઇ તેથી ત્રણ દિવસ પહેલા તે તેના મિત્ર સાથે કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે મિત્રના ઘરે કાર જોઇને બંને પરત આવતા હતાં. અને ભાવનગર રોડ પરથી પસાર થતા ત્યાં વધુ ટ્રાફીક હોવાના કારણે બંને દૂધસાગર રોડ પરથી નીકળ્યા ત્યાં એક પાનની દુકાન પાસે ચા પીવા માટે ઉભા રહ્યા ત્યારે રાકેશભાઇ એ એકટીવા દુકાન પાસે પાર્ક કર્યુ હતું. એકટીવાની ડેકીમાં રૂા. ૧૫૦૦૦ રોકડા રાખ્યા હતા ૧૫ મીનીટ બાદ બંને ચા પીને એકટીવા પાસે જતા રાકેશભાઇએ એકટીવાની ડેકી ખુલ્લી જોતા તેણે તપાસ કરતા ડેકીમાં રૂા. ૧૫૦૦૦ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી આ બનાવᅠઅંગે રાકેશભાઇએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. એન.જી.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. સી.વી. ચુડાસમા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી દરમ્યાન આ ચોરીમાં સામેલ બે શખ્સો ભાવનગર રોડ ટ્રેકટર ચોક પાસે હોવાની થોરાળા પોલીસ મથકના કોન્સ કિરણભાઇ પરમાર, રવીભાઇ ગઢવી અને પ્રકાશભાઇ ચાવડાને બાતમી મળતા સ્ટાફ સાથે ટ્રેકટર ચોક પાસે શોૈચાલ્ય પાસેથી રીઢો ચોર રોહીત નરશીભાઇ માત્રાણીયા (રહે. શિવાજીનગર શેરી નં. ૧૦ દૂધસાગર રોડ) અને કુબલીયાપરા શેરી નં. ૫ નવલખી માતાના મઢ પાસે ) ને પકડી લઇ રૂા. ૧૫૦૦૦ ની રોકડ સહિતની કબ્જે કરી હતી.
બંનેની પૂછપરછમાં રોહીત બેમહિના પહેલા મારામારીના ગુનામાં જેલમાંથી છૂટયો હતો. તે અગાઉ ત્રણ જેટલી ચોરીના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે આ કામગીરી પી.આઇ.એન.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. સી.વી. ચુડાસમા , એ.એસ. આઇ. દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડ કોન્સ ભરતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, હસુમખભાઇ નિનામા, કોન્સ કિરણભાઇ પરમાર, જયરાજસિંહ કોટીલા, નિલેશભાઇ ચૌહાણ, સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ, ચાવડા, અને રવીભાઇ ગઢવી દ્વારાા કરવામાં આવી હતી.
(2:27 PM IST)










