News of Saturday, 19th October 2024
જયુબેલી ચોક પુલ નીચેથી અમીત ભટ્ટી ચોરાઉ એકટીવા સાથે પકડાયો
એ-ડીવીઝન પોલીસના હેડકોન્સ. ધારાભાઇ ગઢવી, કલ્પેશભાઇ બોરીચા અને કોન્સ.ભગીરથસિંહ ઝાલાની બાતમીઃ મોજશોખ માટે ચોરી કર્યાની કબુલાત

રાજકોટ તા.૧૯: જયુબેલી ચોક પાસે પુલ નીચેથી એ-ડીવીઝન પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જયુબેલી ચોક પાસે પુલ નીચે એક શખ્સ ચોરાઉ એકટીવા લઇને નીકળ્યો હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ. ધારાભાઇ ગઢવી, કલ્પેશભાઇ બોરીચા અને કોન્સ. ભગીરથસિંહ ઝાલાને બાતમી મળતા જયુબેલી પુલ નીચેથી અમીત રમણભાઇ ભટ્ટી(ઉ.વ.૨૭) (રહે.કાલાવાડ રોડ ઇસ્કોન મંદિર પાછળ સરકારી આવાસના ૧૪ માળીયા કવાર્ટર આદીત્ય ૭૯ બીલ્ડીંગ સી-વીંગ બ્લોકનં.૧૦૨)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં અમીત અગાઉ ગાંધીગ્રામ વિસ્તારમાં વાહનચોરીના ગુનામાં પકડાઇ ચુકયો હોવાનું જાણવા મળે છે. તેણે આ એકટીવા મોજશોખ માટે ચોરી કર્યાની કબુલાત આપી હતી.
આ કામગીરી પી.આઇ. આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.એમ. રાણા, એ.એસ.આઇ. બી.વી. ગોહિલ, કોન્સ.ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ ચોૈહાણ દ્વારા કરવામાં આવી હતી.
(2:39 PM IST)










