News of Saturday, 19th October 2024
વિદેશી દારૂના ગુનામાં સામેલ બુટલેગર આબીદ પાસા તળે વડોદરા જેલમાં ધકેલાયો
થોરાળા પોલીસના પી.આઇ.એન.જી. વાઘેલા તથા ટીમે વોરંટની બજવણી કરી

રાજકોટ તા.૧૯ શહેરના અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના આઠ ગુનામાં સામેલ જંગલેશ્વર શેરી નં. ૨૪ માં રહેતા આબીદ અલ્તાફભાઇ મોદી (ૈઉ.વ. ૨૪) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ.એમ.આર. ગોંડલીયા, પી.એસ.આઇ. પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ રાજુભાઇ દહેકવાલ અને હેડ કોન્સ ઇન્દજીત સિંહ સીસોદીયા સહિતે દરખાસ્તા કરતા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા એ વોરંટ ઇશ્યુ કરતા થોરાળા પોલીસ મથકના પી.આઇ.એન.જી.વાઘેલા, પી.એસ.આઇ. સી.વી. ચુડાસમા, હેડકોન્સ કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાભી, કોન્સ દિવ્યરાજ સિંહ જાડેજા અને નિલેષભાઇ ચોૈહાણે જંગલેશ્વરના આબીદ અલ્તાફભાઇ મોદીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી તેને વડોદરા જેલ હવાલે કર્યા હતો
(2:39 PM IST)










