<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

રંગોળી સ્‍પર્ધા, આતશબાજી, લાઇટ ડેકોરેશન મનમોહશે

રંગીલા રાજકોટમાં રંગારંગ દિવાળી ઉત્‍સવ : મનપા દ્વારા પરંપરા જાળવાઇઃ તા. ૨૭ થી ૩૧ આયોજનઃ રેસકોર્સ રિંગ રોડ એન્‍ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણ જમાવશેઃ પદાધિકારીઓ-અધિકારીઓ દ્વારા લોકોને લાભ લેવા આમંત્રણ

રાજકોટ,તા.૧૯: મહાનગરપાલિકા દ્વારા તા.૨૭ થી ૩૧ દરમ્‍યાન ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'નું રેસકોર્ષ ખાતે ભવ્‍ય આયોજન કરવામાં આવનાર છે.

તા. ૨૭ના રોજ સાંજે ૫:૩૦ વાગ્‍યે આર.એમ.સી.પ્‍લોટ, આમ્રપાલી અન્‍ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'નો શુભારંભ સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે થશે. 

જ્‍યારે તા. ૨૯ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે ‘રંગોળી સ્‍પર્ધા' અંતર્ગત સ્‍પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્‍પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.૩૦ અને તા.૩૧ના રોજ સાંજે શહેરીજનો નિહાળી શકશે. 

ઉપરાંત તા. ૩૦ ના રોજ રાત્રે ૭ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ રેસકોર્સ ખાતે ભવ્‍ય ‘આતશબાજી' યોજાશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે તા. ૨૭ થી તા.૩૧ સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્‍ટ્રી ગેઇટ અને લેસર શો આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે આયોજન અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા. ૨૭ થી ૩૧ દરમ્‍યાન રાત્રે ૧૨ કલાક સુધી રહેશે.

કાર્યક્રમ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્‍યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્‍યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્‍ય તહેવાર આવે ત્‍યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્‍સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ તા.૨૭ થી તા.૩૧ દરમ્‍યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્‍ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્‍ય આતશબાજી, રંગોળી સ્‍પર્ધા, લેસર શો સહિતના વિશેષ આકર્ષણોનો ઉમેરો કરવામાં આવશે. 

‘રંગીલું રાજકોટ' દરેક ઉત્‍સવ અને અન્‍ય અવસરની ઉત્‍સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્‍માષ્ટમી, ગણપતિ ઉત્‍સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્‍કળતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્‍યેનો પ્રેમ અને ઉત્‍સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને ‘રંગીલું' અને અન્‍ય શહેરો કરતા અલગ બનાવે છે.

આ ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ' અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર  નયનાબેન પેઢડીયા, પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાતપ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ-કર્મચારીઓ, પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, જાણીતા લેખક જય વસાવડા, મુકેશભાઇ વ્‍યાસ, હેમાબેન વ્‍યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્‍યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત,વિશાલભાઈ જોશી,હરદેવસિંહ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્‍મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા વગેરે ઉપસ્‍થિત રહેશે.    મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ ‘રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવ'ના આ તમામ કાર્યક્રમોમાં ઉત્‍સાહભેર જોડાવા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ શહેરીજનોને આમંત્રણ પાઠવ્‍યું છે. (૨૨.૨૫)

 બે કેટેગરીમાં રંગોળી સ્‍પર્ધા

આ વર્ષે રાજકોટમાં પ્રથમ વખત સ્‍લોગન ગ્રુપ રંગોળી રાખવામાં આવેલ છે. જેમાં, સ્‍પર્ધકે રંગોળી સાથે રાજકોટ વિશે પોઝીટીવ સ્‍લોગન લખવાનું રહેશે.

કુલ ૨૫ રંગોળી સ્‍લોગન સાથેની રહેશે. જેમાં, પ્રથમ પાંચ વિજેતાને રૂપિયા ૫૦૦૦/- ઈનામ તરીકે આપવામાં આવશે. આ રંગોળીની સાઇઝ ૫×૧૫ રહેશે.

આ ઉપરાંત બીજી કેટેરીમાં ૫૦૦ રંગોળી વ્‍યક્‍તિગત સ્‍પર્ધાની રહેશે જેની સાઇઝ ૫×૫ ની રહેશે. આ સ્‍પર્ધામાં પ્રથમ ૧૧ ને રૂપિયા ૫૦૦૦ ઈનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત ૫૧ સ્‍પર્ધકને રૂપિયા ૧૦૦૦ આસ્‍વાસન ઈનામ તરીકે આપવામાં આવશે. સ્‍પર્ધાના નિર્ણાયકો તરીકે મુકેશભાઇ વ્‍યાસ, જાણીતા લેખક જય વસાવડા, આસિતભાઈ ભટ્ટ, ચૈતન્‍યભાઈ, એમ યુ ચૌહાણ, મુકેશભાઇ ડોડીયા, પ્રદીપભાઈ દવે, કિશોરભાઇ કામાણી, નલીનભાઈ સૂચક, જયશ્રીબેન રાવલ, રૂપલબેન સોલંકી રહેશે.

(3:13 PM IST)