<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ઇન્‍ડોર સ્‍ટેડીયમ ચોખ્‍ખુ ચણાંક રાખોઃ પદાધિકારીઓની કડક સુચના

રાજકોટઃ મહાનગરપાલિકા હસ્‍તકના અને સરગમ ક્‍લબ સંચાલિત રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમની મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા સ્‍થળ મુલાકાત લેવામાં આવી. વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડીયમ બિલ્‍ડીંગમાં તાજેતરમાં ઉપરના ભાગે પતરાના શેડની તેમજ રૂફટોપ સોલારની કામગીરી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓએ સંચાલક એજન્‍સીના પ્રતિનિધિને આ સ્‍ટેડીયમની સમયાંતરે સાફ સફાઈ કરાવવા તેમજ ઇન્‍ડોર સ્‍ટેડીયમમાં આવેલ બેઠક વ્‍યવસ્‍થામાં જરૂરી સમારકામ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આ સ્‍થળ મુલાકાતમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ,શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા,સિટી એન્‍જીનિયર અતુલ રાવલ, ડેપ્‍યુટી એન્‍જીનિયર હેમેન્‍દ્ર કોટક, એડી.આસી.એન્‍જીનિયર મહેશ પ્રજાપતિ, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, રેસકોર્ષ સંકુલના મેનેજર કે.બી.ઉનાવા, સરગમ કલબના પ્રતિનિધિ પ્રફુલભાઈ ઉપસ્‍થિત રહેલ.

(3:15 PM IST)