<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

સિવિલ હોસ્‍પિટલના વિવિધ પ્રશ્નોનો નિકાલ થશે અને ઘટતી સુવિધાઓ તુરંત ઉભી કરાશેઃ આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલે

ઝનાના હોસ્‍પિટલની મુલાકાત લીધા બાદ રોગી કલ્‍યાણ સમિતીની બેઠકમાં સામેલ થયા

આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્‍યા હતાં. તેમણે સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન ઝનાના હોસ્‍પિટલની મુલાકાત લઇ વિવિધ વિભાગોમાં નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્‍યા હતાં અને કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્‍યા હતાં. બાદમાં રોગી કલ્‍યાણ સમિતીની બેઠકમાં હાજરી આપી હતી. મિડીયા સમક્ષ તેમણે કહ્યું હતું કે સિવિલ હોસ્‍પિટલમાં ખુટતી સુવિધાઓની સત્‍વરે પુરતી કરવામાં આવશે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજ્‍યના આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલ આજે રાજકોટ  પહોંચ્‍યા હતા અને સિવિલ હોસ્‍પિટલ ખાતે રોગી કલ્‍યાણ સમિતીની બેઠકમાં ભાગ લીધો હતો. તેમના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલી આ બેઠકમાં રોગી કલ્‍યાણ સમિતના સદસ્‍યો સામેલ થયા હતાં અને હોસ્‍પિટલને લગતાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. આરોગ્‍ય કમિશનરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલના વિવિધ પ્રશ્નો, નવી સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ વિશે મહત્‍વના નિર્ણયો લેવામાં આવશે.

આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલે રાજકોટ પહોંચ્‍યા બાદ સોૈ પ્રથમ સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન સીએમએચ બિલ્‍ડીંગના ઝનાના હોસ્‍પિટલ વિભાગમાં મુલાકાત લઇ ત્‍યાં જરૂરી સુચનો આપ્‍યા હતાં તેમજ સાધનસામગ્રી કે બીજા કોઇ વિભાગોમાં કંઇ ખુટતુ હોય તો તેની પુર્તી કરવા માટે સુચનો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે હોસ્‍પિટલના અધિકારીઓ, કર્મચારીઓના પ્રશ્નો તેમજ નવી વ્‍યવસ્‍થા અને નવી ઉભી કરવાની સુવિધાઓની માહિતી મેળવવા અને તે માટે નિર્ણય લેવા આ મુલાકાત યોજવામાં આવી છે. ઝનાના હોસ્‍પિટલની વિઝીટ બાદ શ્રી પટેલે સિવિલ હોસ્‍પિટલના કોન્‍સફરન્‍સ હોલ ખાતે રોગી કલ્‍યાણ સમિતીની બેઠકમાં આ સમિતીના અધ્‍યક્ષ તરીકે હાજરી આપી હતી.

 આરોગ્‍ય કમિશનરે હોસ્‍પિટલની સારવાર વ્‍યવસ્‍થા, દર્દીઓને મળતી સુવિધાઓ તેમજ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની વ્‍યવસ્‍થાનું નિરીક્ષણ કરી કર્યુ હતું. આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલ રોગી કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ હોવાના નાતે  તેઓ રોગી કલ્‍યાણ સમિતિની બેઠકમાં પ્રથમ વખત રાજકોટ ખાતે ઉપસ્‍થિત રહ્યા હતાં. હોસ્‍પિટલમાં જે સુવિધાઓ છે તેમાં વધારા કે સુધારા અને જરૂરી ફેરફાર સહિતના સુચનો તેમણે કર્યા હતાં. આ બેઠેકમાં તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, ડે. તબિબી અધિક્ષક ડો. હેતલ કયાડા, સિનીયર હિસાબી અધિકારી ડો. એમ. સી. ચાવડા, બાળકોના વિભાગના વડા ડો. પંકજ બુચ, વહિવટી અધિકારી આર. એમ. ચોૈહાણ, ડો. દુસરા, ડો. નથવાણી, ડો. રોય, આરોગ્‍ય વિભાગના નિલમ પટેલ, ડો. દિક્ષીત સહિતના તેમજ મ્‍યુ. કમિશનર દેવાંગ દેસાઇ, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા તેમજ રોગી કલ્‍યાણ સમિતીના તમામ સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતાં. રોગી કલ્‍યાણ સમિતીની બેઠક છેલ્લે ૨૦૨૨માં ઓન લાઇન યોજાઇ હતી. એ પછી આજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિસાબ- કિતાબ, દવા, નવા સાધનોની ખરીદી, ખાલી જગ્‍યા, પ્રિન્‍ટીંગ, મેન્‍ટેનન્‍સ, સિવીલ વર્ક, ડોનેશન, હેલ્‍થ પરમીટની આવક સહિતના હિસાબ રજૂ કરવામાં આવ્‍યા હતાં.

(3:16 PM IST)