તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
સેન્ટ્રલ બેંકની બાકી પ્રશ્ને કારખાનાનો કબજો લેતા દક્ષિણ મામલતદારઃ ૧ કરોડની બાકી હતી
બેન્ક સિકયોરાઇટેઝશન એકટ હેઠળ કાર્યવાહીઃ અટીકામાં ઓટો પાર્ટસનું કારખાનું હતું

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રીની સુચના બાદ દક્ષિણ મામલતદાર શ્રી કાકડીયા અને નાયબ મામલતદાર શ્રી ધવલ પરમારે સેન્ટ્રલ બેંકની ૧ કરોડની બાકી પ્રશ્ને અટીકામાં પ૦૦ વારમાં ઉભેલા એક ઓટો પાર્ટસના કારખાનાનો કબ્જો લઇ સીલ મારી સેન્ટ્રલ બેંકને કબજો સોંપી દિધો હતો.
અટીકામાં સર્વે નં. ૩૩૦/૩૩૧ ની પ્લોટ નં. ર૧ પૈકીની પ૦૦ વાર જગ્યામાં ઉભી કરાયેલ ઇન્ડસ્ટ્રીયલ મીલકત-કારખાનાનો સેન્ટ્રલ બેંકની ૧ કરોડ ર લાખની બાકી સંદર્ભે કબ્જો લેવાયો હતો, ઓટો પાર્ટસના આ કારખાના જગ્યાનો કબજો લઇ બેંકને સોંપી મામલતદાર શ્રી કાકડીયાએ કલેકટરને રીપોર્ટ કરી દિધો છે.
(3:19 PM IST)










