<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અનાજ કાર્ડ હોલ્‍ડરો સુધી નિયમીત પહોંચતો થાય તે પ્રમાણે કાર્યવાહી કરોઃ કલેકટરની ટકોર

રાજકોટ તા. ૧૯ :  કલેક્‍ટર કચેરીના સભાખંડમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

     આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીએ અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્‍યું હતું. અને ટકોર પણ કરી હતી. નિવાસી અધિક કલેકટર શ્રી ચેતન ગાંધીએ ‘‘વન નેશન વન રેશન કાર્ડ'' વિશે રાજકોટ જિલ્લામાં થતા અનાજ વિતરણની વ્‍યવસ્‍થા બાબતે ચર્ચા કરી હતી.

        જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રીબહેન વંગવાણી દ્વારા પાવર પોઈન્‍ટ ઙ્કેઝન્‍ટેશનના માધ્‍યમથી જિલ્લામાં પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ ‘‘વન નેશન વન રેશન કાર્ડ'' થકી થતા અનાજ વિતરણની વિગતો, વાજભી ભાવની દુકાનના સ્‍થળ ફેરફારની અરજીઓ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. 

(3:33 PM IST)