<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કાયમી ઢબે શાસ્‍ત્રી મેદાનનો અમૂક ભાગ શહેરી ફેરિયાઓને ધંધો કરવા માટે આપોઃ કલેકટરને પત્ર

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની રજૂઆતઃ અગાઉ રાત્રી બજાર ભરાતી હતી

રાજકોટ તા. ૧૯: શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણીએ કલેકટરને પત્ર પાઠવી શહેરી ફેરિયાઓ, લારી ગલ્લા, પાથરણા વાળાને શાસ્‍ત્રી મેદાનનું મેદાન ધંધો કરવા આપવા માંગણી કરી હતી.

પત્રમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરના લાખાજી રોડ, ધર્મેન્‍દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્‍તારોમાં દર વર્ષે દિવાળી અને અન્‍ય તહેવારોમાં ટ્રાફિક સમસ્‍યા વિકરાળ રૂપ ધારણ કરે છે અને તંત્ર, વેપારીઓ, શહેરી ફેરીયાઓ, લારીગલ્લા અને પાથરણાંઓ વાળા વચ્‍ચે માથાકૂટ થતી જ રહે છે. પોલીસ તંત્ર અને રાજકોટના મહાનગરપાલિકાના તંત્રના હપ્‍તાનું દુષણ અને આંખમિચામણાના પગલે ટ્રાફિક સમસ્‍યા ઉપરોકત વિસ્‍તારોમાં શીરદર્દી બની છે. જેનો કાયમી ઉકેલ લાવવાની તંત્ર પાસે ફુરસદ નથી વખતો વખત મારામારી પોલીસ કેસો અને તંત્રની તાનાશાહી સામે આવી છે.

કહેવાતા સ્‍માર્ટ સિટીમાં પાર્કિંગની સુવિધા અપૂરતી છે અને મલ્‍ટીલેવલ પાર્કિંગની એક ઇંટ હજુ મુકાઇ નથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનો પાસે વર્ષે ૧પ૦ કરોડના વેરા વસૂલ કરવામાં આવે છે અને રાજકોટ શહેરનું પોલીસ તંત્ર શહેરીજનોના વાહનો ટોઇંગ કરી દર વર્ષે ૩ કરોડ દંડનીય કાર્યવાહી કરે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરી ફેરીયાઓ માટે એક બાજુ લોન આપે છે બીજી બાજુ તંત્ર વાહકો દ્વારા ધંધો કરવા દેવામાં આવતો નથી. હાલ દિવાળી સુધી લાખાજીરાજ સ્‍કૂલમાં જગ્‍યા આપવામાં આવી છે પરંતુ કાયમી નિરાકરણ માટે શહેરના શાસ્‍ત્રી મેદાનમાં અમુક હિસ્‍સામાાંે શહેરી ફેરિયાઓને લારીગલા પાથરણાં વાળાને પોતાની રોજી રોટી માટે ધંધો કરવા માટેની છૂટ આપવી જોઇએ અથવા શાસ્‍ત્રી મેદાનની ફરતે કાયદેસરની છૂટ મળવી જોઇએ જે અંગે ટોકન દરે ચાર્જ વસુલી શાસ્‍ત્રી મેદાનની જગ્‍યા ફાળવવા યોગ્‍ય કરશો. ઉલ્લેખનીય છેકે શાસ્‍ત્રી મેદાનમાં અગાઉ રાત્રી બજાર પણ ભરાતી હતી.

(3:33 PM IST)