<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

આગામી ર૯મીએ રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ કરશેઃ ૧ મહિનો હકક-દાવા રજૂ કરાશે

૧૭મી નવેમ્‍બર તથા ર૩ અને ર૪ નવેમ્‍બરે શહેર-જીલ્લાના રરપ૬ બૂથ ઉપર ખાસ ઝુંબેશ

રાજકોટ તા. ૧૯: તાજેતરમાં રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંદાજે ૧ાા મહિનો બીએલઓ મારફત હાઉસ ટુ હાઉસ મતદાર યાદી સૂધારણા કાર્યક્રમ થયો હતો, અંદાજે ૧પ હજાર જેટલા નવા નામો ઉમરાયા હતા.

કલેકટર તંત્રના અધીકારી સુત્રોના કહેવા મુજબ આગામી તા. ર૯ ઓકટોબરે સંકલીત મતદાર યાદીના મુસદાની પ્રસિધ્‍ધિ કરાશે, અને ર૯મીથી તારીખ ર૮ નવેમ્‍બર સુધી હકક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવશે, આ એક મહિના સમય દરમિયાન નવેમ્‍બરમાં ત્રણ દિવસ શહેર-જીલ્લાના રરપ૬ બૂથો ઉપર સવારે ૧૦ થી સાંજે પ સુધી મતદાર યાદી સુધારણાનો ખાસ ઝુંબેશ કાર્યક્રમ થશે, તેમાં તમામ બુથ લેવલ ઓફીસરો પોતાના બૂથ ઉપર બેસશે, અને નામ ઉમેરવા-કમી-સુધારણા-સ્‍થળાંતર-સહિતના ફોર્મ ભરી શકાશે.

આ ત્રણ દિવસમાં તા. ૧૭ નવેમ્‍બર-રવીવાર તથા તા. ર૩ નવેમ્‍બર શનિવાર અને તા. ર૪ નવેમ્‍બર રવિવારના દિવસો ફાઇનલ કરાયા છે, આ અંગે જીલ્લા ચૂંટણી તંત્રના એડી. કલેકટરશ્રી નારણમૂછાર અને સ્‍ટાફે તૈયારીઓ શરૂ કરી છે.

(3:36 PM IST)