News of Saturday, 19th October 2024
અનારબેન પટેલ સંચાલીત ક્રાફટ રૂટસ દ્વારા એકઝીબીશનનો પ્રારંભ
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ક્રાફટ રૂટસ નામની સંસ્થાની ૧૯૯પમાં સ્થાપના કરેલી : અભય ભારદ્વાજ હોલ ખાતે પાંચ દિવસ સુધી ચાલનાર આ એકઝીબીશનમાં દેશના ૧૯ રાજયોમાંથી આવેલા કારીગરો દ્વારા હાથથી બનાવેલી પેઇન્ટીંગ, ડાઇંગ, વણાંટકામ, કપડા સુશોભન સહિતની કયારેય ન નિહાળી હોય તેવી ઢગલાબંધ વસ્તુઓનો ખજાનો

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલના સુપુત્રી અનારબેન પટેલ દ્વારા રાજકોટ શહેરમાં આજથી પાંચ દિવસીય એકઝીબીશન યોજાયેલ છે.
અહીંના રૈયા ચોકડીથી આગળ બાપા સીતારામ ચોકથી આગળ જતા રાજકોટ મહારગપાલીકા સંચાલીત અભય ભારદ્વાજ હોલ ખાતે આજે તા. ૧૯ ના શનિવારથી તા. ર૩ ના બુધવાર સવારે ૧૦.૩૦ થી રાત્રીના ૯ વાગ્યા સુધી કાફટરૂટસ દ્વારા આયોજીત આ એકઝીબીશનમાં દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કાશ્મીર, પヘમિ બંગળા, તેલંગાણા, બિહાર, ઓરીસ્સા, આંધ્રપ્રદેશ સહિત ૧૯ રાજયોમાંથી આવેલા કારીગરો દ્વારા પોતાના હાથથી બનાવેલી ટ્રેડીશનલ પેઇન્ટીંગ, કપડા વણાંટકામ, ઘાસ અને છાણામાંથી બનાવેલ અનોખી વસ્તુઓ, ડાઇંગ, ઘરમાં સજાવવા માટે વસ્તુઓ તેમજ અનેક વિધ આઇટમો જે કયારેય નિહાળી પણ ન હોય તેવી વસ્તુઓ આ પ્રદર્શનમાં રાખવામાં આવેલ છે.
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા બહેનો આત્મનિર્ભર બને તે માટે ક્રાફટ રૂટસ નામની સંસ્થાનો ૧૯૯પમાં પ્રારંભ કરવામાં આવેલ. હાલ આ સંસ્થાના ટ્રસ્ટી અનારબેન પટેલ છે અને તેઓ સંચાલન કરી રહ્યા છે. બહેનો હાથ વણાટની વસ્તુઓ બનાવે છે અને આવક તેમના બાળકો માટે શિક્ષણમાં ઉપયોગી થાય તેવો આ સંસ્થાનો હેતુ હોવાનું જાણાવાયું છે. ક્રાફટ રૂટસની અમદાવાદ સહિત પાટણ અને કચ્છમાં પણ બ્રાન્ચ છે.
ર૦૦૮માં અમદાવાદમાં કર્ણાવતી કલબમાં સૌપ્રથમ એકઝીબીેશન યોજાયેલ. જેને મળેલ સફળતા બાદ આજે દેશ વિદેશમાં પણ આ એકઝીબીશન યોજાયેલ તાજેતરમાં જ દુબઇ, સિંગાપોર અને અમેરિકામાં પણ આ પ્રકારનું એકઝીબીશન યોજાયેલ. આજથી શરૂ થયેલ એકઝીબીશનના પ્રારંભ પ્રસંગે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ, અનારબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર જનતા એ આ પ્રદશૈનનનો લાભ લેવા આમંત્રણ અપાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૯.ર૮)
-: સ્થળ :-
અભય ભારદ્વાજ હોલ, રૈયા ચોકડીથી આગળ, પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ
અમારી પેઢીઓથી પિતળની હાથ બનાવટની વસ્તુઓ બનાવાય છે : બાબુભાઇ લુહાર
રાજકોટ : સામાજીક આગેવાન અનારબેન પટેલની સંસ્થા ક્રાફટ ટૂટસ દ્વારા અભય ભારદ્વાજ હોલ ખાતે આજથી એકઝીબીશનનનો પ્રારંભ થયો છે. આ પ્રદર્શનમાં મહેસાણા તાલુકાના મુંદરડા ગામના બાબુભાઇ હરગોવિંદદાસ લુહાર દ્વારા પિતળની બનાવેલ બાજોટ, પૂજાની થાળી, ગરબા, કેન્ડલ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ રાખવામાં આવી છે તેઓ કહે છે અમારી પેઢી દર-પેઢીથી આ કામ કરે છે. પુત્રો પણ મારી સાથે જ આ કામમાં જોડાયેલા છે.
(3:37 PM IST)










