તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
IMAની જીમાકોન કોન્ફરન્સમાં પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયાનું વ્યાખ્યાન

રાજકોટ તા. ૧૯ : ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની જીમાકોન કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો ઉપસ્થિત રહ્યા છે. તેમાં કોરોના કાળ દરમિયાન લાખો તબીબોને માર્ગદર્શન આપનાર જાણીતા પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા ખાસ ઉપસ્થિત રહ્યા છે અને આજે તેમનું વ્યાખ્યાન પણ યોજાયું છે.
કોરોના કાળમાં દેશભરના તબીબો માટે સતત માર્ગદર્શક બની લોકોના જીવ બચાવવા પ્રયાસ કરનાર પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા એઇમ્સ - નવી દિલ્હીના પૂર્વ ડાયરેકટર છે. કોરોના કાળમાં તેઓ સતત વિવિધ માધ્યમો દ્વારા દર્દીની યોગ્ય સારવાર માટે તબીબોને માર્ગદર્શન આપતા હતા. ફેફસાના રોગના નિષ્ણાંત ડો. ગુલેરીયાને રેસ્પીરેટરી મેડિસીનના હરતા ફરતા એન્સાયક્લોપિડિયા માનવામાં આવે છે. હાલ તેઓ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ટરનલ મેડિસીન એન્ડ રેસ્પીરેટરી એન્ડ સ્લીમ મેડિસીન - મેદાંતા હોસ્પિટલના ચેરમેન તરીકે કાર્યરત છે.
(3:54 PM IST)










