<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કુવાડવા રોડ પોલીસે વાહનચોરી ઉકેલી નવાગામના હાર્દિકને પકડયો

ખોડલધામ રાસોત્‍સવ પાસેથી એક્‍સેસની ઉઠાંતરી કરી હતીઃ અરવિંદભાઇ મકવાણા અને જયદિપભાઇ ધોળકીયાની બાતમી

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પોલીસે ઇ-ગુજકોપ પોકેટકોપ એપની મદદથી બાઇક ચોરીનો ગુનો ડિટેક્‍ટ કર્યો છે. બી-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા ગુનામાં હાર્દિક જીલુભાઇ બાલાસરા (ઉ.૨૬-રહે. નવાગામ, આણંદપર)ને જીજે૦૩જેએફ-૧૮૦૭ નંબરના ચોરાઉ એક્‍સેસ સાથે એએસઆઇ અરવિંદભાઇ મકવાણા, કોન્‍સ. જયદિપભાઇ ધોળકીયાની  બાતમી પરથી પકડી લેવાયો છે.

આ શખ્‍સને રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરના રસ્‍તેથી પકડી લેવાયો હતો. તેણે નવરાત્રીમાં કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ ખોડલધામ ગરબી કાર્તિક પાર્ટી પ્‍લોટના ગેઇટ પાસેથી આ વાહન ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા જાડેજા, અરવિંદભાઇ મકવાણા, હેડકોન્‍સ. વિક્રમભાઇ ગરચર, ધર્મેન્‍દ્રસિંહ પરમાર, કોન્‍સ. જયદિપભાઇ ધોળકીયા, જયપાલભાઇ બરાળીયા, બંને ભાવેશભાઇ મકવાણા, કુશલભાઇ જોષી,  ભરતભાઇ ઘેડે આ કામગીરી કરી હતી.

(3:54 PM IST)