<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

પરિણીતાને ત્રાસ, ઠગાઇના કિસ્‍સામાં ૭ વર્ષથી ફરાર પિતા-પુત્ર મુંબઇથી પકડાયા

એલસીબી ઝોન-૧, નાસતા ફરતા સ્‍ક્‍વોડની ટીમે પકડીને મહિલા પોલીસ સ્‍ટેશનને સોંપ્‍યા

રાજકોટ તા. ૧૯: શહેરના મહિલા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ઠગાઇ,  ત્રાસ સહિતની કલમો હેઠળના કેસમાં સાત વર્ષથી નાસતા ફરતાં પિતા પુત્રને એલસીબી ઝોન-૧ ટીમે મુંબઇથી પકડી લીધા છે. પ્રાપ્‍ત માહિતી મુજબ વર્ષ ૨૦૧૭માં મહિલા પોલીસ સ્‍ટેશનમાં આઇપીસી ૪૦૬, ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં હરસિધ્‍ધ બિપીનચંદ્ર પંડયા (ઉ.વ.૪૨) અને તેના પિતા બિપીનચંદ્ર રતિલાલ પંડયા (ઉ.વ.૭૪) (રહે. એ-૭૦૧, દિવ્‍યજ્‍યોત, સીએચએસ એલટીડી શિમ્‍પોલી રોડ, ચીકુવાડી પદ્માનગર બોરીવલી વેસ્‍ટ મુંબઇ)ને ત્‍યાંથી પકડી લઇ મહિલા પોલીસ સ્‍ટેશનમાં રજૂ કરાયા છે. ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, નાસતા ફરતા સ્‍ક્‍વોડના પિયુષભાઇ ત્રિવેદી, જયપાલસિંહ ઝાલા, કોન્‍સ. યુવરાજસિંહ જાદવ, નરેશભાઇ ચાવડા, અમીતભાઇ તેરૈયા સહિતે આ કામગીરી કરી હતી.

(4:09 PM IST)