તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
લક્ષ્મીનગર-લોધેશ્વરની ધો.૧૦ની બે છાત્રા શાળાએ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ
બંનેના પરિવારજનોએ જાણ કરતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ, તા. ૧૯ : લક્ષ્મીનગર વિસ્તારમાં શાળાએ જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ ધો.૧૦ ની બે સગીર છાત્રા ઘરે પરત ન આવતા બંને છાત્રાના પરિવારજનોએ માલવીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગત મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી અને ધો. ૧૦ માં અભ્યાસ કરતી સગીર છાત્રા ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે તેને શાળાના પ્રવાસમાં જવાનું હોઇ તેથી તેણે તેની માતાને પ્રવાસમાં જવાની વાત કરતા માતાએ તેને કહેલ કે ‘‘તારા પપ્પા એ પ્રવાસમાં જવાની ના પાડી છે તૂ સ્કુલે ચાલી જા'' તેમ કહ્યું હતું. બાદ સગીરા સ્કુલ ડ્રેસ પહેર્યો વગર ઘરેથી નીકળી ગઇ હતી બાદ તે પરત ન આવતા સગીરાની માતાને શંકા જતા તે તુરત જ સગીરા જયાં અભ્યાસ કરે છે. તે સ્કુલે જઇને તપાસ કરતા સ્કુલના પ્રિન્સીપાલ અને ટીચરે સગીરા સવારથી સ્કુલે ન આવી હોવાનું જણાવ્યું હતું. બાદ સગીરાના માતા-પિતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ કરતા તેનો કોઇ પતો ન લાગતા માલવીયાનગર પોલીસમાં જાણ કરી હતી. સગીરાએ કાળા કલરનું જીન્સ અને કાળા કલરનું ટોપ પહેરેલ છે.
જયારે બીજા બનાવમાં મૂળ ઉતરપ્રદેશ હાલ લોધેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતી લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ- ૧૦ માં અભ્યાસ કરતી
ગઇકાલે સવારે સગીરા શાળાએ જવાનું કહીને ઘરેથી નિકળી હતી. થોડા સમય બાદ શાળામાંથી કોઇનો ફોન આવતા સગીરાની માતાને ‘તમારી દીકરી સ્કુલે આવી નથી' તેમ જણાવતા સગીરાની માતાએ પતિને જાણ કરતા સગીરાના પિતા તુરત જ ઘરે આવ્યા બાદ બંને પુત્રીની સ્કુલે જઇ તપાસ કરતા ત્યાં પ્રીન્સીપાલ અને ટીચરે ‘તમારી દીકરી સવારથી જ શાળાએ આવી નથી' તેમ જણાવતા માતા-પિતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા માલવીયાનગર પોલીસમાં જાણ કરતા પોલીસે બંને સગીરાના માતા-પિતાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(4:06 PM IST)










