તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
ભીમનગરમાં મકાનમાં દરોડોઃ તીનપતી રમતા આઠ પકડાયા
તાલુકા પોલીસ મથકના કોન્સ.બળભદ્રસિંહ જાડેજાની બાતમીઃ રૂા.૨૬ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૯: નાના મવા રોડ પર ભીમનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ભીમનગરમાં એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના કોન્સ બળભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા ભીમનગરમાં બાબા સાહેબની પ્રતિમા વાળી શેરીમાં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક અરવીંદ ઉર્ફે અનીલ કમાભાઇ રાઠોડ, જામનગર રોડ
સાંઢીયાપુલ હુડકો કવાર્ટરના જાફર ઉર્ફે અકરમ ઇકબાલભાઇ કેડીયા, મવડી રોડ મારૂતીનંદન નગરના કલ્પેશ ઉર્ફે બાબો રમણીકભાઇ કોટેચા, રૈયાધાર મફતીયાપરાના હિતેષ ગોવિંદભાઇ બારીયા, મોટીટાંકી ચોક વિરમાયા પ્લોટના પરેશ રમેશભાઇ ઝાલા, મનહર સોસાયટી શેરી નં.૭ના રઉફ ઉર્ફે મન્નો ફુફાર, રૈયાધાર મફતીયાપરાના ભાવનાબેન ચંદુભાઇ ચાવડા અને તીલક પ્લોટના પ્રેમજી ચકુભાઇ ચોૈહાણ પકડી લઇ રૂ.૨૬,૩૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(3:57 PM IST)










