<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

સદર બજારના વિવિધ રસ્‍તાઓ બનશે ટનાટન

૮ લાખના ખર્ચે સી.સી.સી. રોડ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 

રાજકોટ, તા., ૧૯: મહાનગરપાલિકા દ્વારા સદર બજાર વિસ્‍તારમાં બેલદાર શેરી, ધન બિલ્‍ડીંગ સામેની શેરી તથા સંગમ ચીકીવાળી શેરીઓના રસ્‍તા પર ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહની ગ્રાંટમાંથી રૂ.૮ લાખના ખર્ચે સી.સી.રોડ કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું.

વોર્ડ નં.૭માં સી.સી.રોડ થવાથી સદર બજાર વિસ્‍તારમાં બેલદાર શેરી, ધન બિલ્‍ડીંગ સામેની શેરી તથા સંગમ ચીકીવાળી શેરીઓના વિસ્‍તારવાસીઓને હાલાકીમાંથી મુક્‍તિ મળશે અને વિસ્‍તારના આશરે ૧૫૦૦થી વધુ લોકોને ફાયદો થશે. 

આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નેહલભાઈ શુક્‍લ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ નં.૭ના પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડલીયા, દીપકભાઈ પારેખ, કિરીટભાઈ ગોહેલ, ચંદ્રેશભાઈ પરમાર, નીલેશભાઈ ચાવડીયા, કમલેશભાઈ ચૌહાણ, અમિતભાઈ શેઠ, મલયભાઈ, રફીકભાઈ, ઇદ્રીશભાઈ તેમજ વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહેલ.

(3:58 PM IST)