તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 19th October 2024
સોરી... મમ્મી પપ્પા...: લોધીકા તાલુકાની મોટા વડા સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થી ધૃવિલ વરુએ શિક્ષકના દબાણથી અને ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો : સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ વાયરલ કર્યો:જુઓ વિડીયો
સુસાઇડ નોટના આધારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ : પરિવારમાં ભારે શોક

( ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા તા.૧૯ : રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાની મોટા વડા સરકારી શાળાના ધોરણ 11ના વિદ્યાર્થી ધૃવિલ વરુએ શિક્ષકના દબાણથી અને ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા ઉપર વિડિયો પણ વાયરલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ 11 અભ્યાસ કરતા ધૃવિલ ભરતભાઈ વરૂ નામના વિદ્યાર્થીએ શિક્ષકના દબાણથી અને પોલીસની ધમકીથી ગભરાઈને પોતાના ધરે ગળા ફાંસો ખાઈને આપધાત કરી લીધો છે. સુસાઈડ નોટમાં શિક્ષક દ્વારા પોલીસને સોંપી દેવાના દબાણથી આપધાત કર્યાનો ઉલ્લેખ છે.
પરીવારજનો તથા પોલીસ ટીમ મૃતદેહને લોધીકા હોસ્પિટલમા પોસ્ટમોટૅમ માટે લઈ ગયેલ છે. વધુ તપાસ લોધીકા પોલીસે હાથ ધરી છે

(7:27 PM IST)










