News of Monday, 21st October 2024
કેરમ રમવાના ડખ્ખામાં કુબલીયાપરાના સતિષની હત્યા
રાજકોટમાં મોડી રાતે હત્યાઃ કુબલીયાપરામાં પડોશમાં સમાજના વૃધ્ધાનું અવસાન થયું હોઇ ભજન સાંભળીને સતિષ તેના મિત્ર ઉદય ઉર્ફ લાલા સાથે ચા પીવા નીકળતાં મચ્છી ચોકમાં નિરજ ઉર્ફ લેંડાએ બાઇક આંતરી બંનેને ઉભા રાખ્યા અને પગમાં છરી ભોંકી દેતાં લોહીના ફુવારા ઉડયાઃ મિત્રએ હોસ્પિટલે ખસેડયો પણ જીવ ન બચ્યો : મોડી રાતે બનાવઃ બે વર્ષ પહેલા સતિષ સાથે કેરમ રમવા મામલે માથાકુટ થઇ ત્યારથી નિરજ વારંવાર ઝઘડા કરતો હતોઃ હત્યારા નિરજ ઉર્ફ લેંડો પરમારને પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ સી.વી. ચુડાસમા, દેવશીભાઇ રબારી, રાજેશભાઇ મેર, ભરતસિંહ પરમાર સહિતની ટીમે ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની રાહબરીમાં દબોચી લીધો : નિરજ ઉર્ફ લેંડાએ બાઇક આંતરી સતિષને કહ્યું-તારે બાધવુ જ છે ને? સતિષે ના પાડી બે હાથ જોડી જવા દેવા વિનંતી કરી પણ નિરજે-મારે તો બાધવુ જ છે, હું તને ક્યારનો ગોતુ છું કહી છરી ભોંકી દીધીઃ એક જ ઘા જીવલેણ નીવડયો નિરજે ૨૫ દિવસ પહેલા પણ માથાકુટ કરી હતીઃ વારંવાર ડખ્ખો કરતોઃ પણ સમાજનો હોઇ પોલીસ ફરિયાદ કરવાને બદલે આગેવાનોની મદદ લઇ સમાધાન કરી લેવાતુ હતું: આ વખતે નિરજે જીવલેણ ઘા કર્યો

હત્યાનો ભોગ બનનાર સતિષ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ.વ.૩૩)નો નિષ્પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો તથા નીચેની તસ્વીરમાં મૃતકના ભાઇ સહિતના સગા સંબંધીઓ શોકમય નજરે પડે છે
રાજકોટ તા. ૨૧: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં કુબલીયાપરામાં રહેતાં ૩૩ વર્ષના યુવાનને રાતે વિસ્તારમાં ભજનમાંથી મિત્ર સાથે ચા પીવા જવા નીકળ્યો ત્યારે રસ્તામાં તેના જ વિસ્તારના શખ્સે બે વર્ષ પહેલા કેરમ રમવા મામલે થયેલા ઝઘડાનો ખાર રાખી તેને ઉભો રાખી ‘તારે બાધવુ જ છે ને' કહેતાં યુવાને મારે બાધવુ નથી...તેમ કહી હાથ જોડીને જવા દેવા આજીજી કરતાં એ શખ્સે મારે તો બાધવુ જ છે, તને હું ક્યારનો ગોતું છું કહી છરીનો ઘા પગમાં ઝીંકી દેતાં લોહીના ફુવારા ઉડયા હતાં. તેને મિત્રએ હોસ્પિટલે ખસેડયો હતો પણ મૃતદેહ જ પહોંચ્યો હતો. થોરાળા પોલીસે રાતોરાત હત્યાના આરોપીને દબોચી લીધો હતો.
આ બનાવમાં પોલીસે હત્યાનો ભોગ બનેલા સતિષ વિઠ્ઠલભાઇ સોલંકી (ઉ.વ.૩૩)ના મોટા ભાઇ રાકેશભાઇ ઉર્ફ રાજેશભાઇ વ્ઠ્ઠિલભાઇ સોલંકી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી કુબલીયાપરામાં જ વોંકળા કાંઠે રહેતાં નિરજ ઉર્ફ લેંડો ધરમભાઇ પરમાર વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૦૩ (૨), ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
રાકેશભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ભંગારની ફેરી કરુ છું. રાતે મારા ઘર પાસે ઇંડાની લારી રાખી ગુજરાન ચલાવુ છું. મારા પિતા હયાત નથી. માતા નીતાબેન ૬૧ વર્ષના છે. મારી સાથે પનિ, ચાર બાળકો રહે છે. તેમજ મારો નાનો ભાઇ સતિષભાઇ (ઉ.વ.૩૩) અને તેના પત્નિ સીમરનબેન (ઉ.વ.૩૨), સોૈથી નાનો શૈલેષ ઉર્ફ લાલો (ઉ.વ.૩૨) પણ સાથે રહે છે. મોડી રાતે પોણા એકાદ વાગ્યે હું ઘર પાસે મારી ઇંડાની લારીએ હતો ત્યારે કુબલીયાપરા મચ્છી ચોકમાં માણસો ભેગા થતાં જોયા હતાં ત્યારે મને કોઇ વચ્ચે ઝઘડો થયાનું લાગ્યું હતું. મેં ત્યાં જઇ શું થયું છે તે જોતાં એક શખ્સે કહેલું કે તારા જ નાના ભાઇ સતિષેને નિરજ ઉર્ફ લેંડાએ છરી મારી દીધી છે અને તેને તેનો ભાઇબંધ ઉદય ઉર્ફ લાલુ પ્રકાશભાઇ સોલંકી બાઇકમાં બેસાડી હોસ્પિટલે લઇ ગયો હતો. સાથે મહેશ ઉર્ફ કુત્તી પણ ગયો છે. આ સાંભળતા જ હું પણ મારા ઘરના સભ્યોને વાત કરી હોસ્પિટલે જવા નીકળી ગયો હતો.
સિવિલ હોસ્પિટલે ઇમર્જન્સી વોર્ડમાં જતાં ત્યાં ભાઇના મિત્ર ઉદય ઉર્ફ લાલુને શું થયું? તે અંગે પુછતાં ઉદયે કહેલું કે રાતે આપણા લત્તાના માજી ગુજરી ગયા હોઇ તેના ભજન રાખેલા હોઇ હું અને તમારો નાનો ભાઇ સતિષ ભજનમાં ગયા હતાં. ત્યાંથી ચા પીવા જવા માટે હું અને સતિષ ભજનમાંથી ઉભા થજઇ સાડા બારેક વાગ્યે સતિષના મોટરસાઇકલમાં બેસીને ચા પીવા નીકળ્યા હતાં. આ બાઇક હું ચલાવતો હતો. અમે મચ્છી ચોકમાં પહોંચ્યા ત્યારે તયાં નીરજ ઉર્ફ લેંડો ધરમભાઇ પરમાર અમને જોઇ જતાં તેણે અમારુ વાહન ઉભુ રખાવ્યું હતું અને તેણે સીધા જ અમારી પાસે આવી સતિષનો કાંઠલો પકડી લઇ ‘તારે મારી સાથે બાધવું છે?' તેમ પુછતાં સતિષે મારી કંઇ બાધવું નથી તેમ કહેતાં નિરજ ઉર્ફ લેંડાએ-આજે તો મારે તારી સાથે બાધવુ જ છે, હું તને ક્યારનો ગોતુ છું તેમ કહેતાં સતીષે હાથ જોડીને નિરજ ઉર્ફ લેંડાને કહેલું કે-અમને જવા દે, મારે તાી સાથે બાધવુ નથી.
આ વાત થઇ રહી હતી અને સતિષ મોટરસાઇકલમાં બેઠેલો હતો તે વખતે જ નિરજ ઉર્ફ લેંડાએ અચાનક છરી કાઢી હતી અને સતિષના પગમાં ઘા મારી દેતાં ડાબા પગમાંથી લોહીના ફુવારા નીકળવા માંડતાં હું ગભરાઇ ગયો હતો. સતિષે પોતાને ચક્કર આવે છે તેમ કહેતાં તે બાઇક પરથી પડવા જતો હતો ત્યાં મેંત ેનોે હાથ પકડી લીધો હતો. એ સમયે જ વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફ કુત્તી જાડેજા આવી જતાં તેણે સતિષને પકડી લીધો હતો. સતિષને ખુબ લોહી નીકળતાં હું હું અને મહેશ તેને બાઇકમાં જ સિવિલ હોસ્પિટલે લઇ જવા નીક્ળ્યા હતાં. પણ રસ્તામાં જ સતિષ બેભાન થઇ ગયો હતો. હોસ્પિટલે પહોંચ્યા ત્યારે ડોક્ટરે સારવાર ચાલુ કરી હતી પરંતુ સતિષનું મૃત્યુ થયુ઼ હતું. તેમ વધુમાં ઉદય ઉર્ફ લાલુએ કહ્યું હતું.
રાકેશભાઇએ વધુમાં કહ્યું હતું કે નિરજ ઉર્ફ લેંડાને અને મારા ભાઇ સતિષને બે વર્ષ પહેલા કેરમ રમવા બાબતે માથાકુટ થઇ હતી. ત્યારથી નિરજ અવાર-નવાર મારા ભાસ સાથે ઝઘડા કરતો હતો. પચ્ચીસેક દિવસ પહેલા પણ નિરજે મારી ઇંડાની લારીએ આવી નાના ભાઇ સતિષ સાથે ઝઘડો બોલાચાલી કર્યા હતાં. નિરજ ઉર્ફ લેંડો અમારા લત્તામાં જ રહેતો હોઇ અમારા સમાજનો હોઇ જેથી અમે સમાજના આગેવાનો મારફત સમાધાન કરી લેતાં હતાં અને પોલીસ ફરિયાદ કરતાં નહોતાં. આ વખતે નિરજે મારા ભાઇને કેરમ રમવાના બે વર્ષ જુના ઝઘડાનો ખાર રાખી છરી ઝીંકી દીધી હતી જેના કારણે મારા ભાઇનું મોત થયું હતું.
હત્યાના બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્દ્રભાઇ હુદડે ધરતાં થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ ચેતનસિંહ ચુડાસમા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા, કોન્સ. કિરણભાઇ પરમાર, જયરાજસિંહ કોટીલા, નિલેષભાઇ ચોૈહાણ, સંજયભાઇ અલગોતર, પ્રકાશભાઇ ચાવડા, રવિભાઇ ગઢવી સહિતની ટીમે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની રાહબરીમાં તપાસ શરૂ કરી રાતો રાત આરોપી નિરજ ઉર્ફ લેંડો ધરમભાઇ પરમારને દબોચી લઇ વિશેષ કાર્યવાહી કરી હતી. (૧૪.૬)
સતિષ ત્રણ ભાઇમાં વચેટ હતો અને જુના ફર્નિચરનો ધંધો કરતો હતો
ઞ્જહત્યાનો ભોગ બનનાર સતિષભાઇ સોલંકી ત્રણ ભાઇમાં બીજા નંબરે હતો અને રવિવારી સહિતની બજારોમાં જુનુ ફર્નિચર વેંચવાનું કામ કરતો હતો. તેના પત્નિનું નામ સીમરનબેન છે. સતિષભાઇને સંતાન નથી. મિત્રની નજર સામે જ તેને જુના મનદુઃખમાં પતાવી દેવાયો હતો. હત્યા કરનારો નિરજ ઉર્ફ લેંડો વિસ્તારમાં સતત ડખ્ખા કરતો હોવાનું મૃતકના ભાઇએ કહ્યું હતું.
(2:53 PM IST)










