<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રાજકોટ લોહાણા મહાજન દ્વારા ભાગવત કથાનું અલૌકીક આયોજન

ભવ્‍યાતિભવ્‍ય ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'ની ભારે સફળતા બાદ જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને : * ૧૦૮ પોથીજી સાથે યજમાનો પૂણ્‍યનું ભાથુ બાંધશે * વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદા વ્‍યાસપીઠ ઉપર બિરાજશે * ચૈત્રી નોરતા તારીખ ૩૦ માર્ચ, ૨૦૨૫થી ૫ એપ્રિલ ૨૦૨૫ દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે ભવ્‍ય-દિવ્‍ય આયોજન * પોથીજી, યજમાનપદ સંદર્ભે વિગતો મેળવવા રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ (મો. નં. ૯૧૭૩૧ ૨૨૮૮૭) ખાતે સંપર્ક કરી શકાય છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા આયોજનનો ધમધમાટ શરૂ

રાજકોટ,તા. ૨૧: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તાજેતરમાં જ નવરાત્રી મહોત્‍સવ નિમિતે ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'નું ભવ્‍યાતિભવ્‍ય જાજરમાન આયોજન અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યુ હતું. જેમાં હજ્‍જારો રઘુવંશી ખેલૈયાઓએ મન મૂકીને થનગનાટ સાથે ભારે જમાવટ કરી હતી. દરરોજ તથા મેગા ફાઇનલમાં વિજેતાઓએ કુલ ૮૦ ગ્રામ ગોલ્‍ડ સહિતના લાખેણા ઇનામો મેળવ્‍યા હતા. વિશ્વના લાખો લોકોએ ‘અકિલા લાઇવ'ના માધ્‍યમથી ભવ્‍ય રાસોત્‍સવને ઘરબેઠા પણ માણ્‍યો હતો.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હુંફ પ્રાપ્‍ત થયા હતા.

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ'ની ભારે સફળતા બાદ રાજકોટ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ઉત્‍કર્ષ તથા ધાર્મિક કાર્યના ભાગરૂપે ભાગવત કથા (ભાગવત સપ્‍તાહ)નું અલૌકીક આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં ૧૦૮ પોથીજી સાથે રઘુવંશી યજમાનો પુણ્‍યનું ભાથું બાંધશે. વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા વ્‍યાસપીઠ ઉપર બિરાજશે અને કથાનું રસપાન કરાવશે.

ચૈત્રી નોરતાના પ્રથમ દિવસ ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ સાતમ (તા. ૩૦-૩-૨૦૨૫ રવિવારથી તારીખ ૫-૪-૨૦૨૫ શનિવાર) દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે ભાગવત કથાનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યુ છે. પોથીજી, યજમાનપદ સંદર્ભે વિગતો મેળવવા માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઓફીસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો. નં. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે. લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ સહિતના સમગ્ર ટ્રસ્‍ટી મંડળ ટીમ દ્વારા આયોજનનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે.

રેસકોર્ષ વિશાળ ગ્રાઉન્‍ડ ઉપર પવિત્ર ભાગવતકથાના સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમ પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે,ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:36 AM IST)