News of Monday, 21st October 2024
પેપર ઘરેથી કેમ લખીને લાવ્યો? પોલીસ કેસ કરવાની ધમકી આપી છાત્રને આપઘાત માટે મજબૂર કરનારા ત્રણ સામે ગુનો
લોધીકાના છાપરા ગામમાં બનાવઃ છાત્ર ધ્રુવિત વરૂએ સ્યુસાઇડ નોટમાં મમ્મી મને માફ કરજો, આજે મેં આ પગલુ ભર્યુ ન હોત તો મને પોલીસ લઇ જાત, પેપર મેં ઘરેથી નથી લખ્યુ છતાં પણ મને પોલીસની ધમકી આપી પેપરમાં ચોકડા માર્યા' લખ્યુ છેઃ શાળાના આચાર્ય સચીન વ્યાસ, શિક્ષિકા મૌસમી શાહ અને વિભુતી જોષી સામે ફરીયાદ

રાજકોટ તા. ર૧ :.. લોધીકાના મોટાવડા હાઇસ્કુલના ધોરણ-૧ર ના છાતરાને આપઘાત કરવા માટે મજબૂર કરનારા શાળાના આચાર્ય અને બે શિક્ષીકા સામે ગુનો દાખલ કરી મેટોડા પોલીસે ત્રણેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ લોધીકાના છાપરા ગામમાં રહેતા ભરતભાઇ ડુંગરભાઇ વરૂ (ઉ.વ.૪પ) એ મેટોડા પોલીસ મથકમાં મોટાવડા માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય સચીન વ્યાસ, શિક્ષિકા મૌસમી શાહ અને વિભુતી જોષી સામે ફરીયાદ નોંધાવી છે. પોતે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. ધ્રુવીલ (ઉ.૧૬) બાદ દીકરી શ્રુતી (ઉ.૧૩) અને નાનો દીકરો સોહમ (ઉ.૯) નો છે. જેમાં ધ્રુવીલ મોટાવડાની માધ્યમમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળામાં ધોરણ ૧૧ માં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતો હતો.
ગત તા. ૧૯ ના રોજ ધ્રુવીલને છ માસીક પરીક્ષા ચાલુ હોઇ, સવારે સાડા સાતેક વાગ્યે તે સ્કુલે જવા માટે નીકળી ગયો હતો. અને પોતે માલઢોર ચરાવવા છાપરા ગામની સીમમાં ગયા હતાં.
બપોરે પુત્ર ધ્રુવિલના મોબાઇલમાંથી સોહમનો ફોન આવેલ કે ‘ધ્રુવીલને મજા નથી તમે જલ્દી ઘરે આવો જેથી પોતે માલ ઢોર નાના ભાઇને સાચવવાનું કહી ઘરે આવતા પત્ની જયાબેન અને પાડોશીઓ એકઠા થયા હતાં. પત્ની રડતી હતી પોતે પત્નીને ધ્રુવીલ કયાં છે. પુછતા તેણે કહેલ કે ‘ધ્રુવીલે ગળાફાંસો ખાઇ લીધો છે.' અને રાજેશભાઇ તથા બીજા લોકો તેને દવાખાને લઇ ગયા છે. તેમ જણાવતા પોતે ઘરમાં જઇ પહેલા રૂમમાં ખુરશી અને તેની ઉપર ત્રણ ઓશીકા રાખ્યા હતાં. તથા છતના નકુચામાં ચૂંદડી બાંધેલ જોવા મળી હતી. બાદ પોતે રૂમની બહાર આવી પત્નીને આશ્વાસન આપ્યું હતું. દરમ્યાન પોતે ધ્રુવીલના મોબાઇલમાં ચેક કરતા તેમાં તેણે બે વિડીયો બનાવ્યા હોઇ, જેમાં પ્રથમ વિડીયોમાં બોલતો હતો કે ‘મમ્મી તુ ખુશ રેજે હંમશો, પપ્પા તમે પણ ખુશ રેજો અને તો જ મારી આત્માને શાંતિ મળશે પપ્પા ખુશ રેજો તમે બધાય મારા ગયા પછી તમે કોઇ રોતા નથી નકર હું પણ દુઃખી થઇ જઇશ' તથા બીજા વિડીયોમાં તેના હાથમાં એક ચીઠી હતી. અને રડતા રડતા બોલતો હતો કે ‘પત્ર મારા હાથેની તમે બધાય વાંચી લેજો અને મમ્મી માફ કરી દેજો મારી સાથે આજ સરે આવુ કર્યુ હું જો તારી સાથે નો હતો આજે મે આ પગલુ ન ભર્યુ હોત તો પોલીસ મને લઇ જાત મમ્મી હું ત્યાં જેલમાં નો રહી શકત' તેવા વિડીયો બનાવ્યો હતો. બાદ પોતે તપાસ કરતા ચીઠ્ઠી મળી આવી ન હતી. દરમ્યાન મોટાભાઇ રાજેશભાઇ અને ઘરના સભ્યો ઘરે પરત આવ્યા અને રડતા હોઇ પોતે તેને પુછતા ધ્રુવિલનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાવ્યું હતું. અને તેના પેન્ટના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી. આ ચીઠ્ઠીમાં ધ્રુવિલે લખ્યુ હતું કે ‘મારા મોતનુ કારણ વાંચજો' મમ્મી-પપ્પા મારો કાંઇ વાંક નહોતો તોઇ મારી ટીચરે મને સાબીત કરીને આપ્યુ કે ‘પેપર મેં ઘરે નથી લખ્યુ તો પણ તેને પોલીસની ધમકફી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા અને આવુ પહેલીવાર નથી. કાલે મેં ખુદે પેપર એના હાથમાં આપ્યુ હતું. તો પણ તે તેને મારા ઉપર પોલીસની ધમકી આપી તેને બી.એ.ના પેપરમાં મારૂ સાચુ લખાણ હતું. તો કોઇને ના કરે મારા એક ઉપર જ તેણે કર્યુ મને મોઢે પ્રશ્ન પુછયા અને તેને એકમ કસોટીના પેપરમાં પણ આવુ જ કર્યુ હતું. અને ત્યાં પણ મારી પાસે મોઢે પેપર લખાવ્યું હતું. અને મારે ૨૫ માંથી ૨૩ માર્ક આવ્યા હતા. તો પણ મારી સાથે આજે પણ તેને આવુ કર્યુ. મમ્મી મેં આજે આ પગલુ ન ભર્યુ હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનનમાં હોત અને આવુ પગલુ ભર્યુ છે. જો મમ્મી સાચુ બોલુ છે તારા સમ ખાઇને હું કવ છું કે મમ્મી મેં પેપર નથી મેં સરને ખુબજ સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને મારા ઉપર પોલીસ કેસ કરવાના છે. તેથી મેં આ પગલુ ભર્યુ છે. મારી સાથે મોૈસમી મેડમ, સચીનસર અને વિભુતી મેડમે આવુ કર્યુ તેનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે મૃતક છાત્ર ધ્રુવિલના પિતાખે મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ મથકમાં શાળાના આચાર્ય અને બે શિક્ષક સામે પોતાના પુત્રને મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પી.આઇ. એસ.એચ. શર્માએ તપાસ હાથધરી છે.
(11:50 AM IST)










