<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રોગચાળાનો કહેર યથાવતઃ ઝાડા-ઉલ્‍ટી-તાવ-શરદી-ઉધરસના ૧૮પપ કેસ

મનપા દ્વારા ૧.૧ર લાખ ઘરોમાં પોરાનાશક કામગીરીઃ ૧૦૧૬પ ઘરોમાં ફોગીંગ : મેલેરીયાના ર તથા ડેન્‍ગ્‍યુના ર૦ દર્દીઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૯પ૭ લોકોને નોટીસઃ ર૭ હજારનો દંડ વસુલાયો

રાજકોટ તા. ર૧: શહેરમાં  દીવસે ને દીવસે મચ્‍છરજન્‍ય  ડેન્‍ગ્‍યુના કેસમાં વધારો થતો જોવા મળે છે. જયારે શરદી,તાવ, ઝાડા,ઉલ્‍ટીના ૧૮પપ થી દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્‍છરજન્‍ય રોગ સાથો સાથ પાણીજન્‍ય રોગે માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડ અને કોલેરાના  પણ દર્દી નોંધાયા છે.  આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૧૪ થી ર૦ ઓકટોબર  સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ર કેસ

છેલ્લા સપ્તાહમાં ડેન્‍ગ્‍યુના ૨૦, મેલેરીયાના ૨  કેસ નોંધાયા છે.  સીઝનનાં મેલેરીયાના ૩ર, ડેન્‍ગ્‍યુના ૨૪૮ તથા ચિકનગુનિયાના ૩૦ કેસ નોંધાયા છે.  ડેન્‍ગ્‍યુ એડીસ મચ્‍છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતા હોવાથી વધુ લોકો હોય તેવા સ્‍થળોએ આવા રોગ ફેલાવવાનું જોખમ વધુ રહે છે.

શરદી-તાવના ૧૮પપ  થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૯૮૪ તેમજ સામાન્‍ય તાવના ૬૮૪ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૮૭    સહિત કુલ ૧૮૦૦થી વધુ  દર્દીઓ નોંધાયા હતા.  જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૪૧૦૭ર તેમજ સામાન્‍ય તાવના ૧૬૩૯૦  અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૧૦૯૭૧ તથા ટાઇફોડનાં ૭૯ તથા કમળાના ૭, મરડાનાં ૧ તથા કોલેરાના ૬ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૯પ૭ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૧ર,૩૯૪  ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦૧૬પ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૪૪૯ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૯પ૭ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ર૭૯૦૦  વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો. 

(2:53 PM IST)