તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 21st October 2024
સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઇવને પગલે દેકારોઃ અનેકને દંડ, ઘણા કર્મચારીઓએ કહ્યું હેલ્મેટ પહેરવું ખુબ આવશ્યક
પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મ્યુ. કોર્પોરેશન, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ ટ્રાફિક પોલીસની કાર્યવાહી

રાજકોટઃ રાજ્યની તમામ સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ટુવ્હીલર પર ફરજ બજાવવા આવતાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાતનો આદેશ રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને કર્યો હતો. આ આદેશનો અમલ આજથી રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ ખાતે કરાવવામાં આવ્યો હતો. તે અંતર્ગત સરકારી કચેરીઓમાં આવતાંઅધિકારીઓ, કર્મચારીઓ તેમજ અરજદારોને પણ જો તેઓ હેલ્મેટ પહેરીને ન આવ્યા હોય તો પ્રવેશ અપાયો નહોતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવને પગલે સરકારી કર્મચારીઓમાં ઉહાપોણ પણ મચી ગયો હતો. જો કે અનેક કર્મચારીઓએ હેલ્મેટ ખુબ જરૂરી હોવાનો સૂર પુરાવ્યો હતો.
રાજકોટ શહેરની પણ તમામ સરકારી કચેરીઓ ખાતે આ પરિપત્રનો અમલ કરાવવાના ભાગ રૂપે ટ્રાફિક પોલીસે પ્રવેશદ્વાર ખાતે જ ચેકીંગ હાથ ધરી દંડની કાર્યવાહી કરી હતી. ડીજીપી કચેરી, પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મ્યુ. કોર્પોરેશન કચેરી, જુની મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી સહિતની કચેરીઓ ખાતે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. બી. ગઢવીની સુચના અનુસાર તમામ પીઆઇની રાહબરીમાં પીએસઆઇ, એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ દ્વારા હેલ્મેટ ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી અને બપોર સુધીમાં અનેકને દંડ ફટકાર્યો હતો. અમુક કર્મચારીઓ પરિપત્ર મુજબ હેલ્મેટ પહેરીને જ કચેરી ખાતે પહોંચ્યા હતાં.
ટ્રાફિક પોલીસ સેક્ટર-૧ દ્વારા વેલનાથપરા પુલ પાસે ફાયર ઓફિસ, જુની મામલતદાર કચેરી ખટારા સ્ટેન્ડ પાસે હેલ્મેટ ડ્રાઇવમાં ૭૨ કેસ કરી ૩૨૮૦૦નો દંડ, ઇ-ચલણના ૧૨૧ મળી કુલ ૧૯૩ કેસ કરાયા હતાં.
તેમજ રાજકોટ શહેર સેક્ટર-૩ દ્વારા આરએમસી ઓફિસ તથા મામલતદાર કચેરી, આરએમસી કચેરી ચોક ખાત ૬૯ કેસ કરી ૨૯૭૦૦નો દંડ, ઇ-ચલણના ૫૦ કેસ કરી ૨૪૫૦૦નો દંડ મળી કુલ ૧૧૧ કેસ કરાયા હતાં. ઉપરાંત
સેક્ટર ૩ દ્વારા શહેર સીપી ઓફિસ, એસપી ઓફિસ ખાતે સેક્ટર-૪ દ્વારા ૪૫ કેસ કરી ૨૦૯૦૦નો દંડ, ૩૮ ઇ-ચલણ કરી ૨૪૫૦૦નો દંડ તથા ટોટલ ૮૩ ડ્રાઇવ કેસ કરી ૪૫૪૦૦નો દંડ વસુલ કરાયો હતો.
રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રમાં જણાવાયું હતુ કે રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજા અને મળત્યુના બનાવો ધ્યાને લઈને માર્ગ સલામતી, લોકજાગળતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરૂરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિヘતિ કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મળત્યુની શકયતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદાનું પાલન અને સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ મુજબ નિયમ-૧૨૯ હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલમેટ પહેરવું ફરજિયાત હોવાથી સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે સૂચનાઓ પરિપત્રિત કરવામામ્ં આવી છે.
સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ કરજિયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિヘતિ કરવાની રહેશે. આ વ્યવસ્થા માટે પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે. આ પરિપત્ર મુજબ આજે હેલ્મેટ ઝુંબેશ સરકારી કચેરીઓ ખાતે હાથ ધરાઇ હતી જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(2:54 PM IST)










