News of Monday, 21st October 2024
રાજકોટ શહેર યુવા વાલ્મીકી સંગઠન દ્વારા રાસોત્સવ

રાજકોટ : રાજકોટ શહેર યુવા વાલ્મીકી સંગઠન દ્વારા મહર્ષિ વાલ્મીકી જયંતિ નિમિતે આયોજીત રાસોત્સવમાં ૧૬૦ વિજેતાઓને સન્માનીત કરવામાં આવેલ. આ પ્રસંગે ભારત સરકાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ કમીશનના ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજનાબેન પવાર, રાજકોટ શહેર ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ મેયર નયનાબેન પેઢડીયા, દંડક મનીષભાઈ રાડીયા, ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, વાલ્મીકી સમાજના સંત શીરોમણી જામનગરના હરીદાસબાપુ, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર જયશ્રીબેન પ્રવિણભાઈ ચાવડા તેમજ વોર્ડ નં. ૩ ના પ્રમુખ હેમુભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, રાજકોટ અનુ. જાતિ મોરચાના મહામંત્રી એજયભાઈ વાઘેલા, રાજકોટ જીલ્લા મહામંત્રી યુવા મોરચો વિમલભાઈ રાઠોડ, મોરબી જીલ્લાના રેલ્વે બોર્ડ કમીટીના મેમ્બર રાજનભાઈ પુરબીયા, રાજકોટ શહેર મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રીમતિ દક્ષાબેન નીતિનભાઈ વાઘેલા, રાજકોટ શહેર અનુ. જાતિ મોરચાના મંત્રી દિનેશભાઈ ગોહેલ, રાજકોટ વાલ્મીકી કલબના પ્રમુખ મુકેશભાઈ પરમાર, ઠકકરબાપા વાલ્મીકી સમાજના પટેલ હીરાભાઈ ઘાવરી, રાજકોટ શહેર ભા.જ.૫. સફાઈ કામદાર સેલના પ્રમુખ કમલેશભાઈ વાઘેલા ઉપપ્રમુખ જયેશભાઈ ઘાવરી, સુખ સાગર પંચ કમીટીના પટેલ દિલીપભાઈ વાઘેલા, નટરાજનગર પંચ કમીટીના પટેલ, રતિલાલભાઈ વાડોદરા, પ્રમુખ અનિલભાઈ બેરડીયા, વાલ્મીકી વાડી વિસ્તારના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ, ગોંડલ વાલ્મીકી સમાજના ધર્મેશભાઈ વાઘેલા, ગરીધર વાઘેલા, મનસુખભાઈ ઝાલા, અરૂણભાઈ પરમાર ચીફ ઓડીટર રાજકોટ મહાનગરપાલીકા, પૂર્વ કોર્પોરેટરશ્રીમતિ જયશ્રીબેન પરમાર તેમજ રાજુભાઈ વડાલીયા ે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન રાજકોટ શહેર વાલ્મીકી સમાજના યુવા આગેવાન તેમજ વોર્ડ નં. ૭ ના અનુ.જાતિ મોરચાના મંત્રી શંકરભાઈ વાઘેલાએ કરેલ. રાજકોટ શહેર યુવા વાલ્મીકી સંગઠન કમીટીના સભ્યો પ્રમુખ ગૌતમભાઈ ચૌહાણ, દશરથભાઈ પુરબીયા, જીજ્ઞેશ ચૌહાણ, રીશીભાઈ પરમાર, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, યોવનભાઈ મેવાડા, ભરતભાઈ વાઘેલા, ચિરાગ સવજીભાઈ પરમાર, વિજય સોલંકી, પરાગભાઈ જેઠવા, ધર્મેશભાઈ વાઘેલા, પ્રકાશભાઈ વાઘેલા, તુષારભાઈ ચૌહાણ, સિધ્ધાર્થભાઈ સાનીયા, પિયુષભાઈ વાઘેલા, સાવનભાઈ પરમાર, ધવલભાઈ ગોહેલ, રસીકભાઈ વાઘેલા, જય ઘાવરી, જગદીશ ઘાવરી, પ્રવિણભાઈ વાઘેલા, પટેલશ્રી મોચીબજાર શનીભાઈ પઢીયાર, સંજયભાઈ વાઘેલા એ જહેમત ઉઠાવી હતી.
(3:12 PM IST)










