News of Monday, 21st October 2024
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાર્યકર સુવર્ણ વર્ષ નિમિત્તે યોજાયું વિરાટ મહિલા સંમેલન
બાળાઓથી લઇ મહિલાઓ દ્વારા સન્નારીઓના ઉત્કર્ષની ગાથા-સંવાદ, પ્રવચન, પરેડ, નૃત્ય રજુ કર્યું

રાજકોટઃ બાપ્સ સ્વામિનારાયણ મંદિર દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉપક્રમે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી મહીલા દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર પ્રવૃત્તિને ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત રાજકોટ અને મોરબીના મહિલા પાંખ દ્વારા ધામધૂમથી મહિલા દિન ઉજવવામાં આવ્યો. જેનો મધ્યવર્તી વિચાર હતો, ‘બી.એ.પી.એસ. મહિલા કાર્યકરોની સેવા અને સમર્પણ ગાથા'. જેની તૈયારીઓમાં ૧૯૭થી વધુ મહિલા, યુવતી અને બાલિકાઓ છેલ્લા ૩૦થી પણ વધુ દિવસોથી તૈયારીઓમાં જોડાયેલા હતા. સન્નારીઓના ઉત્કર્ષની ગાથાને રસપ્રદ સંવાદ, પ્રેરણાત્મક પ્રવચન, પરેડ અને શાનદાર નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. નાની નાની બાલિકાઓથી લઈને વયોવૃદ્ધ મહિલાઓ પણ આ વિરાટ મહીલા સંમેલનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, સરદારધામ ટ્રસ્ટી જયોતિબેન ટીલવા, મહાત્મા ગાંધી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, રેખાબેન, પૂર્વ મેયર તથા ભાજપના પ્રદેશ કારોબારી રક્ષાબેન, બારદાન વાલા ગર્લ્સ પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, કોટેચા ગર્લ્સ પ્રિન્સિપાલ સ્વાતિબેન, એ.પી. પટેલ ગૃહ માતા જયાબેન, પીએસઆઇ પૂર્વીબેન વગેરે હાજરી આપી હતી. (
(3:13 PM IST)










