<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

સરકારી ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

 

રાજકોટ : બીકે મોદી સરકારી ફાર્મસી કોલેજ કે જે પોતાની સ્‍વર્ણિમ જયતિ વર્ષમાં પ્રવેશ મેળવી ચૂકેલ છે અને દેશભરમાં પોતાની આગવી ઓળખ સ્‍થાપિત કરેલ છે. સરકારી ફાર્મસી કોલેજ ખાતે તારીખ  ના રોજ હર્બલ ન્‍યુટ્રાસ્‍યુટિકલ રોલ ઇન હેલ્‍થ કેર ના વિષય પર રાષ્‍ટ્રીય સેમિનારનું આયોજન કરેલ હતું. આ સેમિનાર સોસાયટી ઓફ ફાર્મકોગ્નસી ના ગુજરાત ચેપ્‍ટરની સાથે મળી ને તથા GSBTM ની સ્‍પોન્‍સરશિપ સાથે કરવામાં આવેલ હતુ. તેમાં દેશભરમાથી ૩૩૦ જેટલા ફાર્મકોગ્નસી અને ન્‍યુટ્રાસ્‍યુટિકલ ના વિષય પર સંશોધન કરતા વિદ્યાર્થીઓ અને અધ્‍યાપકો રજીસ્‍ટર્ડ થયેલ હતા અને તેઓએ ૧૩૭ જેટલા રિસર્ચ અને રિવ્‍યુ પેપર પ્રેઝન્‍ટ કરેલ હતા. આ કાર્યક્રમનું ઉદ્ધાટન જીટીયુના પૂર્વ કુલપતિ અને સોસાયટીઓ ફાર્મા કોગ્નસીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. નવીન શેઠ દ્વારા કરવામાં આવેલ હતું.  આ કાર્યક્રમમાં ફાર્મસી સોસાયટીના ગુજરાત ચેપ્‍ટરના અધ્‍યક્ષ ડો વિનિત જૈન,   ITM વડોદરા યુનિવર્સિટીના કુલપતિ અને સોસાયટીના જનરલ સેક્રેટરી ડો. વિમલકુમાર પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્‍થિત રહેલા હતા.   આ કાર્યક્રમના કોર્ડીનેટર તરીકે ડો.મનીષા કાલરીયા અને ડો. મયુરી ઠુંમર દ્વારા સમગ્ર આયોજન સંભાળેલ હતું અને કાર્યક્રમનું સંચાલન સેમિનારના કન્‍વીનર ડો. રવિ માણેક અને ડો. રચના કાટબામણાએ કરેલ હતું અને સંસ્‍થાના સમગ્ર સ્‍ટાફ દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરેલ હતું તેમ કોલેજના પ્રીન્‍સીપાલ ડો. અશ્વીન દુધરેજીયાએ જણાવ્‍યું હતું.

(3:47 PM IST)