તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st October 2024
પુષ્કરધામ રોડ પર વીજળી પડતા આઇસ્ક્રીમ પાર્લરમાં ભીષણ આગઃ ૩૦ લાખનું નુકશાન
આગમાં સાત મોટા ફ્રીઝ, ફર્નિચર, ઇલેક્ટ્રીક વાયરીંગ બળી ગયા

રાજકોટ,તા. ૨૧: પુષ્કરધામ મેઇન રોડ પર આલાપ સોસાયટી સામે ધોધમાર વરસાદ સાથે વીજળી પડતા અમુલ પાર્લરમાં આગ લાગતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી.
મળતી વિગત મુજબ ગઇ કાલે ભારે વરસાદના કારણે આલાપ સોસાયટીની સામે આવેલ અમુલ પાર્લરમાં વીજળી પડતા આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બાદ કોઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે બે ફાયરફાયટર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જાણ થતા દુકાનના માલીક હિતેષભાઇ દવે સ્થળ પર દોડી આવ્યા હતા. આગમાં પાર્લરમાં પડેલા સાત મોટા ફ્રીઝ તેમજ ફર્નિચર તથા ઇલેકટ્રીક વાયરીંગ બળીને ખાક થઇ ગયું હતું. આગમાં અંદાજે રૂા. ૩૦ લાખનું નુકશાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.
(3:51 PM IST)










