<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

મનપાની ઘોર બેદરકારી છતીઃ કોઠારીયા રોડ વિસ્‍તારના રસ્‍તાઓ ખખડધજ

આ સમસ્‍યા તાકિદે હલ કરવા વિસ્‍તારવાસીઓની માંગ

રાજકોટ તા.૨૧: શહેરના વોર્ડ નં.૧૮ના શ્રધ્‍ધા ડીમાર્ટ મેઇન રોડ, ભવનાથ સોસાયટીનો ૪૦ ફુટનો રોડ ૫૦, રાધાનગર મેઇનરોડ, વિનોદનગર મેઇન રોડ, કોઠારીયા ગામના અન્‍ય વિસ્‍તારના ખાડાઓની સમસ્‍યા હલ કરવા માંગ કરવામાં આવી છે.

આ અંગે વિસ્‍તારવાસીઓએ જણાવ્‍યું હતું કે મહાનગરપાલીકાને ઘણી બધી વખત રજુઆત કરવા છતા વિસ્‍તારના રોડ, રસ્‍તાઓ રીપેર કરવામાં આવેલ નથી કે નવા બનાવી આપવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમ્‍યાન આ વિસ્‍તારમાં આવેલ રોડ ઉપર ખાડા પડી જતા હોય જે જે ખાડા પુરવાનુ કામકાજ સરખુ થતુ ન હોય તેમજ સ્‍પીડબ્રેકર પણ બનાવવામાં આવેલ હોય તથા મહાનગરપાલીકાની આ ઘોર બેદરકારીના કારણે સામાન્‍ય પ્રજાજનોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે તેમજ ઘણી બધી મુસીબત પણ ભોગવવી પડે છે. આ સમસ્‍યા તાકિદે હલ કરવા નરેશભાઇ ગઢવી, ચંદુભાઇ ટીલાળા, મુનાભાઇ ગઢવી, વિનુભાઇ પટેલ, ખોડાભાઇ ચાવાળા, તમામ રેમ્‍બો પાર્ક ભાઇઓ-બહેનો તમામ વિસ્‍તારના બહેનો આ વિસ્‍તારના આગેવાનો સામાજીક કાર્યકર્તાઓએ માંગ કરી છે.

(4:03 PM IST)