News of Monday, 21st October 2024
આજે ભારતીય જનસંઘનો ૭૩ મો સ્થાપના દિવસ : સાંસ્ક્રુતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મક માનવદર્શનનો પાયો : રાજુભાઈ ધ્રુવ
ભારતીય જનસંઘથી ભાજપ સુધીની યાત્રાએ રાષ્ટ્રવાદી વિચારધારા આધારિત કાર્યકર્તાઓની કેડર નિર્માણનું મહત્વ પુનઃસ્થાપિત કર્યુ

રાજકોટઃ આજે ૨૧મી ઓક્ટોબર છે અને આજના દિવસે ૧૯૫૧માં પ્રખર રાષ્ટ્રવાદી રાજકીય પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના થઇ હતી.
ભારતીય જનસંઘે સમગ્ર દેશમાં પ્રકાશ પાથર્યો હતો અને તેના અજવાળા થકી ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં વિકાસ નો દિવ્ય પ્રકાશ પાથરી રહી છેન તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે ભારતીય જનસંઘના સ્થપના દિવસની સૌને શુભેચ્છા પાઠવી છે.
રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, ભારતીય જનસંઘને ભારતીય જનતા પાર્ટીના પુરોગામી અથવા મૂળસ્વરૂપ અગ્રદૂત માનવામાં આવે છે. ૨૧ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ, જ્યારે લગભગ ૨૦૦ પ્રતિનિધિઓ મધ્ય દિલ્હીમાં ગોલ માર્કેટની નજીક આવેલી રઘુમલ આર્ય કન્યા વિદ્યાલયમાં ભારતીય જનસંઘની રચના-મંગલ પ્રારંભની જાહેરાત કરવા માટે એકઠા થયા હતા, ત્યારે તેઓ તેમના નવા પક્ષ ની જરૂરિયાત ના હેતુઓ- ઉદ્દેશ્યો વિશે સ્પષ્ટ હતા.
સાંસ્ક્રુતિક રાષ્ટ્રવાદની કેન્દ્રિયતા અને નહેરુવીયન સમાજવાદી મોડલ વિરુદ્ધ મિશ્ર અર્થતંત્ર એ બે તેમના સૌથી વિશિષ્ટ સિદ્ધાંતો હતા. ભારતીય જનસંઘ (અને પછી ભાજપે પણ) કયારેય મુસ્લિમો અને અન્ય લઘુમતીઓને સમાન અધિકારોનો વિરોધ કર્યો ન હતો. જનસંઘ-ભાજપે લઘુમતીઓને તેમના સામાજિક-આર્થિક વિકાસ જેવા વાસ્તવિક મુદ્દાઓની સંપૂર્ણ અવગણના કરીને મત બેંકમાં ફેરવીને તુષ્ટિકરણ તથા શોષણ કરવાનો વિરોધ કર્યો હતો. આ મતબેંકનું રાજકારણ ‘લઘુમતી-વાદ'નું બીજું નામ હતું, જે શબ્દ શ્રી લાલકળષ્ણ અડવાણીએ લોકપ્રિય કર્યો હતો.
આ ઉપરાંત ૯૦ના દાયકાના અંતમાં રામમંદિર આંદોલન પર તેમનું ફોકસ હતું. તેમજ અલગાવવાદને ખતમ કરવા માટે કલમ ૩૭૦ નાબૂદીને બીજેએસ તેમજ ભાજપના એજન્ડામાં ઉચ્ચ અગ્રતા આપી. તેવી જ રીતે, પૂર્વોત્તર સહિત સરહદી વિસ્તારોના ભાવનાત્મક એકીકરણને હંમેશા યોગ્ય મહત્વ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર ભાર મૂકતા, ભાજપે સુનિヘુિત કર્યું કે, સંસદના સત્ર રાષ્ટ્રીય ગીતથી શરૂ થાય અને નિયમિત પ્રથા તરીકે રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થાય. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અથવા રાષ્ટ્રીય રાજધાનીના કેન્દ્રમાં યુદ્ધ સ્મારકનું નિર્માણ જેવી મોદી સરકારની તાજેતરની પહેલો સાંસ્ક્રુતિક રાષ્ટ્રવાદની અનન્ય થીમની સાતત્યતા પર ભાર મૂકે છે.
સાંસ્ક્રુતિક રાષ્ટ્રવાદ, મજબૂત લોકતંત્ર, એકાત્મક માનવદર્શન, હકારાત્મક બિનસાંપ્રદાયિકતા (અર્થાત્ સર્વધર્મ સમભાવ) અને મૂલ્યો આધારિત રાજનીતિના પાયા ઉપર નિર્માણ પામેલાં ભાજપનો સૂર્યોદય થતો ગયો અને કાદવમાં કમળ ખીલતું ગયું. ૧૯૫૧ થી શરૂ થયેલી રાષ્ટ્રવાદી વિચારધારા ન વિકાસ ની આ વણથંભી યાત્રા માં ૧૯૮૪ માં પક્ષ કપરા સંજોગોનો સામનો પણ કર્યો. ત્યારબાદ દેશ અને પ્રજાને રાજકીય અસ્થિરતા અને અશાંતિ તરફ ધકેલતા ભાગલાવાદી રાષ્ટ્રહિત વિરોધી પરિબળોને પરાસ્ત કરીને શ્રદ્ધેય શ્રી અટલબિહારી બાજપેયીજી ના નેતળત્વ માં પ્રથમ ૧૩ દિવસ બીજીવાર ૧૩ મહિના અને ત્રીજીવાર ૫ વર્ષ માટે કેન્દ્ર માં અન્ય પક્ષો ના સહયોગ સાથે સરકાર બની.
આ પછી ૨૦૧૪ માં પૂર્ણ અને પ્રચંડ બહુમતિ સાથે કેન્દ્રમાં ચૂંટાઈને આવેલી ભાજપે મોદીના વડાપ્રધાન પદ હેઠળ અસંખ્ય લોકતાંત્રિક અસાધારણ અસામાન્ય નિર્ણયો- ચમત્કારોની હારમાળા સર્જી દીધી. દેશભરમાં રાષ્ટ્રવાદ,એકતા-અખંડિતતા ની વિચારધારા ના ઉદયનો આ સંકેત હતો. કાશ્મીરમાં ૩૭૦ની ધારા, અયોધ્યાની ભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ સહિત અનેક એવા કાર્યો ઉપર પૂર્ણાહુતિની મહોર લાગી, જેનું સ્વપ્ન પ્રત્યેક ભારતીયોએ ખુલ્લી આંખે નિહાળ્યું હતું તેમ પણ રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યુ છે.
(4:07 PM IST)










