News of Monday, 21st October 2024
પીસીબીની ધોંસઃ એક જ રાતમાં છ દરોડાઃ દેશી-વિદેશી દારૂ-બીયરનો જથ્થો કબ્જે
ઇરફાન, સાજીદ, કૈલાસને વિદેશી દારૂ સાથે પકડયાઃ ૪૫ બોટલમાં યાસીનનું નામ ખુલ્યું: હંસા અને ક્રિષ્ના પાસેથી ૨૩ અને ૨૦ હજારનો દેશી દારૂ કબ્જે : ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએઅસાઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, કરણભાઇ મારૂ, ઘનશ્યામસિંહ ચોૈહાણ સહિતની ટીમોના દરોડા

રાજકોટ તા. ૨૧: શહેરમાં તહેવાર નજીક આવતાં નાના મોટા બૂટલેગરો ફરી સક્રિય થઇ ગયા છે. દેશી તેમજ વિદેશી દારૂના દરોડા પાડવા માટે ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી તેમજ તમામ પોલીસ સ્ટેશનનોની ટીમો કાર્યરત બની છે. દરમિયાન પીસીબીની ટીમે એક જ દિવસમાં છ અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂ-બીયરના ૪ કેસ તથા દેશી દારૂના બે કેસ કર્યા છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળ વિસ્તારમાં દરોડો પાડી જંગલેશ્વર હુશેની ચોક-૧૬માં રહેતાં ઇરફાન ઇશાકભાઇ જુણેજા (ઉ.વ.૩૨)ને રૂા. ૬૦૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લેવાયો હતો. જ્યારે કુવાડાવ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી દૂધ સાગર રોડ હઉસીંગ બોર્ડ-૧૦માં રહેતાં સાજીદ હબીબભાઇ બુટા (ઉ.વ.૧૮)ને રૂા. ૨૪૦૦ના ૬ બોટલ દારૂ તથા રૂા. ૩૦૦૦ના ૫૦૦ એમએલના બીયરના ૨૪ ટીન સાથે પકડી લેવાયો હતો. જ્યારે આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના વ્સ્તિારમાંથી એમપી જાંબુઆના સોતીયા ગામના કૈલસા સેવલાભાઇ ઉર્ફ શીવાભાઇ કોચરા (ઉ.વ.૨૮)ને રૂા. ૬૪૦૦ના ૧૮૦ એમએલના ૬૪ ચપલા સાથે પકડી લેવાયો હતો. જ્યારે કુવાડવાની હદતમાંથી રૂા. ૧૮૦૦૦નો ૪૫ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. આ દારૂ યાસીન અકબરભાઇ શાહમદારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.
જ્યારે આજીડેમ વિસ્તારમાંથી રણુજાનગર-૯માં રહેતી હંસાબેન શામજીભાઇ વરાણીયાને રૂા. ૨૩૦૦૦ના ૧૧૫ લિટર દેશી દારૂ સાથે તથા કુવાડવાની હદમાંથી ક્રિષ્નાબેન કૈલાસભાઇ પીપળીયાને રૂા. ૨૦૦૦૦ના ૧૦૦ લિટર દારૂ સાથે પકડી લેવાઇ હતી.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, હેડકોન્સ. ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, રાહુલગીરી ગોસ્વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. યુવરાજસિંહ રાણા, વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, દેવરાજભાઇ કાલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, કોન્સ. મનિષાબેન ઇન્દ્રદેવે આ કામગીરી કરી હતી.
(4:12 PM IST)










