<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

કવિ કલાપી ટાઉનશીપ ખાતે ભક્‍તિનગર પોલીસનો ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' કાર્યક્રમ યોજાયો

રહેવાસીઓને ડ્રગ્‍સના દૂષણથી દુર રહેવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સાયબર ક્રાઇમ અંગે જાગૃત થવા સહિતની સમજ અપાઇઃ ત્રણ મહત્‍વની રજૂઆતોનું સત્‍વરે નિરાકરણ લાવવા ખાત્રીઃ પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ આર. કે. સામુદ્રે, પીએસઆઇ એમ. એન. વસાવા, પીએસઆઇ આર. જે. કમાળીયા, પીએસઆઇ કે. પી. જાદવ, પીએસઆઇ આઇ. આઇ. ફતીયા સહિતના હાજર રહ્યા

રાજકોટઃ શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન દ્વારા સરકારના કોમ્‍યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસવડાની સુચના અંતર્ગત રાધાકૃષ્‍ણ સોસાયટી ચાલીસ ફુટ રોડ પર આવેલા મુખ્‍યમંત્રી આવાસ યોજના કવિ કલાપી ટાઉનશીપ ખાતે ‘ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી' મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં રહેવાસઅીઓએ વિવિધ પ્રશ્નોનની રજૂઆત કરી હતી અને પોલીસ અધિકારીઓએ તેના નિવારણની ખાત્રી આપી હતી. પોલીસે રહેવાસીઓને ડ્રગ્‍સના દૂષણથી દૂર રહેવા, ટ્રાફિકના નિયમનું પાલન કરવા, હેલ્‍મેટ પહેરવા તેમજ સાયબર ફ્રોડથી બચવા, સોશિયલ મિડીયા પર ઓડિયો વિડીયો કોલ કે જે અજાણ્‍યા હોય તે રિસીવ નહિ કરવા અને જરૂર પડયે સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરવા સમજ આપી હતી. આ ઉપરાંત પોલીસ અને નાગરિકો વચ્‍ચે એકાત્‍મતા કેળવાય, સમન્‍વય વધે અને નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ થાય તે માટે મહત્‍વની સમજ અધિકારીઓએ આપી હતી. મીટીંગમાં દ્વીપક્ષીય સંવાદો થયા હતાં. પોલીસ સમક્ષ રખાયેલી ત્રણ વાતોને પ્રાધાન્‍ય આપી નિરાકરણની બાહેંધરી અપાઇ હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મીટીંગમાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ આરે. કે. સામુદ્રે, પીએસઆઇ એમ. એન. વસાવા, શી ટીમ, અન્‍ય ૧૫ પોલીસ કર્મચારીઓ, એસઓજીના પીએસઆઇ આર. જે. કામળીયા, સાયબર ક્રાઇમના પીએસઆઇ કે. પી. જાદવ, ટ્રાફિક શાખાના આઇ. આઇ. ફતીયા સહિતના હાજર રહ્યા હતાં.

(4:14 PM IST)