News of Tuesday, 22nd October 2024
મગફળીની પપ હજાર ગુણી અને કપાસની ૧૪૦૦૦ ભારીની આવકઃ ભાવો વધતા જીરૂ તથા અન્ય જણસીની આવકો વધી
રાજકોટ યાર્ડમાં મગફળી-કપાસની આવકો વધી

રાજકોટ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી અને કપાસની આવકોમાં વધારો થયો હતો. મગફળીની પપ હજાર ગુણી અને કપાસની ૧૪,૦૦૦ ભારીની આવકો થઇ હતી. બન્નેના ભાવો સ્થિર હતાં. બીજી બાજુ ભાવો વધતા જીરૂ, મેથી અને તલ સહિતના અન્ય જણસીઓની આવકો વધી છે. જીરૂના ભાવ ૪પ૦૦ થી ૪૯૦૦, મેથીના ભાવ ૧૦૦૦ થી ૧૩૭પ, અને તલના ભાવ ર૦૦૦ થી રપ૦૦ છ.ે તસ્વીરમાં કપાસ ભરલા વાહનો અને મગફળીના ઢગલે ઢગલા દ્રશ્યમાન થાય છે.
(11:27 AM IST)










