<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

હૃદય બેસી જવાથી સામા કાંઠાના ચાંદીના વેપારી ૪૦ વર્ષના પારસભાઇ ગઢીયા સહિત પાંચના મૃત્‍યુઃ મહિલા પણ સામેલ

યુપીનો ૩૩ વર્ષનો યુવાન બેડી પાસે કલર કામ વખતે ઢળી પડયોઃ મોચીનગરના જયેશભાઇ જોષી અને થોરાળાના અજયભાઇ મેરાણ, ભગવતીપરાના રેખાબેન મુખીડા ઘરે બેભાન થઇ ગયાઃ પાંચેયએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: હૃદય બેસી જવાથી મૃત્‍યુની ઘટનાઓ યથાવત રહી છે. શહેરના સામા કાંઠાના ચાંદીના વેપારી ચાલીસ વર્ષના યુવાનનું ઘરે વહેલી પરોઢે એકાએક ઢળી પડયા બાદ મૃત્‍યુ થયું હતું. મોચીનગરના પ્રોૈઢનું ઘરે  બેભાન થઇ જતાં અને મુળ યુપીના તેત્રીસ વર્ષના યુવાનનું બેડી ચોકડી નજીક ફાર્મહાઉસમાં કલર કામ કરતી વખતે ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. તેમજ થોરાળાના ચાલીસ વર્ષના યુવાનનું પણ હાર્ટએટેકથી મૃત્‍યુ થયુ હતું.  આ ઉપરાંત ભગવતીપરાના એક મહિલાનું પણ ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. પાંચેયએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર જીનીવા ડાઇંગ પાછળ બ્રાહ્મણીયાપરા-૪માં રહેતાં પારસભાઇ દેવજીભાઇ ગઢીયા (ઉ.વ.૪૦) વહેલી સવારે સાડા ત્રણેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયુ઼ હતું. મૃત્‍યુ પામનાર એક બહેનથી નાના અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. તેઓ ચાંદીનો ધંધો કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર છે.

બીજા બનાવમાં મોચીનગર-૬માં રહેતાં જયેશભાઇ ગોૈતમભાઇ જોશી (ઉ.વ.૫૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. છુટક કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

ત્રીજા બનાવમાં મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે ભાડેથી પોતાના બનેવી સાથે રહેતો મુળ યુપીનો યુવાન રામપ્રસાદ તુફાનીકુમાર ગોૈતમ (ઉ.વ.૩૩) સાંજે બેડી ચોકડીથી માલીયાસણ તરફ આવેલા ફાર્મહાઉસમાં કલર કામની મજૂરી કરતો હતો ત્‍યારે ચક્કર આવ્‍યા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મૃત્‍યુ થયું હતું. તે ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ચોથા બનાવમાં નવા થોરાળા-૬માં રેહતાં અજયભાઇ ભનુભાઇ મેરાણ (ઉ.વ.૪૦) રાતે એકાએક બેભાન થઇજતાં  સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

પાંચમા બનાવમાં  ભગવતીપરા શેરી નં. ૬માં રહેતાં રેખાબેન શાહબુદ્દીનભાઇ મુખીડા (ઉ.વ.૪૭) રાતે સુતા બાદ સવારે ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર રેખાબેન મુખીડાને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે બે બહેન અને એક ભાઇમાં વચેટ હતાં. પતિ છુટક મજૂરી કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પાંચેય  બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, અશ્વિનભાઇ,  ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ બી-ડિવીઝન, ગાંધીગ્રામ, થોરાળા અને કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(3:08 PM IST)