તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
પાટડીના આશ્રમમાં રહેતાં ઢગાએ રાજકોટ આવી ફલેટમાં ઘુસી ૧૪ વર્ષની બાળા સાથે બિભત્સ ચાળા કર્યાઃ રંગેહાથ પકડાયો
ધો-૧૦ની છાત્રા ૯મુ ભણતી હતી ત્યારથી સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામથી ફસાવી'તીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો : બાળા માતા સાથે થોડા દિવસ પહેલા પાટડીના પીપળીધામ ગઇ ત્યારે ત્યાં મુળ ગાંધીનગર માણસાનો મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બાળા સાથે ઇન્સ્ટાગ્રામથી વાત કરતો હોઇ માતાને ખબર પડતાં એપ ડિલીટ કરી દિકરીને ફોન આપવાનું બંધ કર્યુ હતું: અભ્યાસ માટે એકાદ માસથી ફરી ફોન આપ્યો હતોઃ ગઇકાલે મહિલા, તેના પતિ ઘરે ન હોઇ મહાવીરસિંહ બપોરે બાળાના ઘરે પહોંચી ગયો અને નિર્લજ્જ ચાળા કર્યાઃ એ વખતે જ બાળાના મમ્મી આવી ગયાઃ અર્ધનગ્ન હાલતમાં બહાર બેસાડી રાખી પોલીસને જાણ કરાઇ : સોશિયલ મિડીયાનો ઉપયોગ કરતી બાળાઓ, સગીરાઓએ ચેતવા જેવો ચોંકાવનારો કિસ્સો : બાવીસ વર્ષના ઢગાના થેલામાંથી કોન્ડોમનું પેકેટ અને છરી પણ મળ્યા!

રાજકોટ તા. ૨૨: સોશિયલ મિડીયાનો દૂરૂપયોગ કરી બાળાઓ, છાત્રોઓને ફસાવવાના કિસ્સા અનેક વખત બની ગયા છે. વધુ એક આવી ઘટનામાં શહેરમાં રહેતાં એક દંપતિની ધોરણ-૧૦માં ભણતી ૧૪ વર્ષની દિકરીને સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ થકી સુરેન્દ્રનગરના પીપળીધામ ગામે આશ્રમમાં રહેતાં મુળ માણસા ગાંધીનગરના રામપુરાના ૨૨ વર્ષના શખ્સે ગઇકાલે સોમવારે બપોરે માતા-પિતા હાજર ન હોઇ ફ્રલેટમાં ઘુસી જઇ બાળા સાથે અત્યંત બિભત્સ હરકતો કરી લેતાં તે વખતે જ બાળાની માતા બહારથી ઘરે આવી જતાં આ શખ્સ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. તેને અર્ધનગ્ન હાલતમાં રહેવાસીઓએ બેસાડી રાખી પોલીસને જાણ કરી હતી.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે આ બનાવમાં આડત્રીસ વર્ષના પરિણીતાની ફરિયાદ પરથી હાલ સુરેન્દ્રનગર પાટડીના પીપળીધામ ગામે રહેતાં મુળ ગાંધીનગર માણસાના વાઘેલાવાસના મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૨૨) વિરૂધ્ધ બીએનએસની કલમ ૭૫ (૨) તથા પોક્સો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધી તેને દબોચી લીધો છે. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારા પતિ નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવે છે. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી જે ૧૪ વર્ષની છે તે ધોરણ-૧૦માં ભણે છે. આજથી પાંચેક મહિના પહેલા હું મારા બાળકોને લઇ સુરેન્દ્રનગરના પાડી ગામે દર્શન કરવા ગઇ હતી ત્યારે અમે ત્રણેય ત્યાં પંદરેક દિવસ રોકાયા હતાં. મારી દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમ ખાતે કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને મેસેજ કરી વાત કરતા હતાં. મને આ વાતની જાણ થતાં મેં મારા મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ મારી દિકરીને ફોન આપવાનું બંધ કરી દીધુ હતું. પણ દિકરી ભણતી હોઇ તેને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોઇ એક ફરી ફોન આપ્યો હતો.
દરમિયાન સોમવારે ૨૧મીએ બપોરે પોણા બારેક વાગ્યે હું રસોસ બનાવીને મારા પતિના નાસ્તાના સ્ટોલ પર ગઇ હત. એ વખતે દિકરી ઘરે એકલી હતી. સાડા ત્રણેક વાગ્યે હું ઘરે પાછી આવી ત્યારે દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં જતાં મારી દિકરી બેડરૂમમાંથી ઉભી થઇ સામે આવી હતી. અંદર રૂમમાં બીજુ પણ કોઇ હોવાની શંકા જતાં મેં દિકરીને પુછતાં તેણે કોઇ નથી એવું કહ્યું હતું. પણ મેં અંદર જઇને જોતાં રૂમમાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બેડરૂમના બાથરૂમમાં છુપાયેલો મળ્યો હતો.
તે.ને બહાર કાઢતાં તે અર્ધનગ્ન હાલતમાં હતો. અહિ શું કરે છે? પુછતાં તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. પછી મેં મારા પત્નિે ફોન કરી બોલાવ્યા હતાં. તેણે મહાવીરસિંહને ઠપકો આપેલો અને તે ફરી તેના ધંધાના સ્થળે જતા રહ્યા હતાં, જ્યાં મારો દિકરો એકલ હતો. મારા પતિએ પોલીસને ફોન કરવાનું કહેતાં મહાવીરસિંહ ઉર્ફ હકાને ઘર બહાર જ અર્ધનગ્ન હાલતમાં બેસાડી રાખ્યો હતો. તેમજ મારા પતિએ મને અને દિકરીને ધંધાના સ્થળે ચોકડીએ આવવાનું કહેતાં મહાવીરસિંહ જતો ન રહે તે માટે તેનું બેગ અમે સાથે લઇ લીધુ હતું. અમે રેકંડીનો સામાન પેક કરી પરત ઘરે આવ્યા ત્યારે માણસો ભેગા થઇ ગયા હતાં. મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેક કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં. અમે બાદમાં સિક્યુરીટી અને આજુબાજુવાળા આ શખ્સને ગેઇટ પાસે મુકી આવ્યા હતાં.
આ પછી અમે દિકરીને પુછતાં તેણીએ કહેલુ કે હું મહાવીરસિંહ ઉર્ફ હકાને નવમા ધોરણમાં ભણતી ત્યારથી સોશિયલ મિડીયા સ્નેપચેટ થકી ઓળખુ છું અને અમે ત્યારથી વાતો કરીએ છીએ. આજે ૨૧મીએ તેણે પોતે રાજકોટ આવ્યાનું અને મળવાની વાત કરતાં તે બપોરે આપણા ઘરે આવ્યો હતો. હું સોફા પર બેઠી હતી ત્યારે તેણે મારી બાજુમાં આવી મને કિસ કરી બાથ ભીડી લીધી હતી અને અડપલા કરી લીધા હતાં. મને બીક લાગતાં કપડા પહેરી લીધા હતાં અને બેડરૂમમાં જતી રહી હતી.
મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે મારી સગીર દિકરીને લલચાવી ફોસવાવી બદ ઇરાદે જાળમાં ફસાવી હોઇ અને ઘરે આવી જાતીય સતામણી કરી બિભત્સ હરકતો કરી હોવાથી ફરિયાદ કરી હતી. પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી હતી.
(11:57 AM IST)










