News of Tuesday, 22nd October 2024
પુરવઠાની E-KYC યોજનાઃ ઝોનલ કચેરીઓમાં લાંબી લાઇનોઃ અભણ કાર્ડ હોલ્ડરો ગોટે ચડયા
ચારેય ઝોનલ કચેરીએ લાંબી લાઇનોઃ રાજકોટ શહેર જીલ્લામાં હજુ ૩૨ લાખ E-KYC થવાનું બાકી રાજકોટ પુરવઠાની ઝોનલ કચેરીઓ ઉપર ઇ-કેવાયસી મુદ્દે રોજેરોજ કાર્ડ હોલ્ડરોની લાંબી લાઇનો લાગી રહી છે તે નજરે પડે છે

રાજકોટ,તા. ૨૧: રાજય સરકારે રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જે રેશનકાર્ડ ધારકોએ ઇ - કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તે રેશનકાર્ડ ધારકોને બે વસ્તુ મળતી બંધ થઈ જશે નિયમ અનુસાર જો રેશનકાર્ડ ધારકો ઇ-કેવાયસી છે. ૩૧ ડિસેમ્બર પહેલા પૂર્ણ નહીં કરે તો તેમને ચોખા અને ખાંડ મળવાનું બંધ થઈ જશે. અત્યારે રાજકોટના ૩૭ લાખ રેશનકાર્ડ મેમ્બર માંથી માત્ર પાંચ લાખ જેટલા જ લોકોએ ઇ- કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવા આવી છે. હજુ ૩૨ લાખ બાકી છે.
બીજી બાજુ રેશનકાર્ડનું ધારકો ઇ-કેવાયસી કરાવવા માટે રાજકોટની જૂની કલેકટર કચેરી અને અન્ય વિવિધ પુરવઠા કચેરી ખાતે લોકોની સવારથી જ લાંબી લાઈનો લાગી રહી છે.ઓનલાઇન સર્વર પણ ડાઉન હોવાના કારણે ઘરે બેઠા પણ લોકો ઇ-કેવાયસી નથી કરી શકતા જેમના કારણે કેટલાય લોકો કચેરી ખાતે ધક્કા ખાવા પડી રહ્યા છે.પરંતુ કચેરી ખાતે પણ સર્વર ડાઉન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધકાખાવા પડી રહ્યા છે. લોકોમાં પણ માંગ ઉઠી છે કે ઇ-કેવાયસી માટે વધારાના ટેબલો ફાળવવામાં આવે જેમના કારણે ટ્રાફિક પણ ઓછો થાય.પુરવઠા વિભાગમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં ૧૦ લાખ રેશનકાર્ડ ધારકો છે જેમના સભ્ય ૩૭ લાખથી પણ વધુ થાય છે. જેમાં હાલ પાંચ લાખ જેટલા લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાલ રાજય સરકારમાંથી સૌથી પહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાટેની ઇ- કેવાયસીની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ઓનલાઇન પ્રક્રિયામાં અભણ કાર્ડ હોલ્ડરો ભારે ગોટે ચડયા છે. કાર્ડ હોલ્ડરોમાં મોટો દેકારો મચી ગયો છે.
(2:54 PM IST)










