News of Tuesday, 22nd October 2024
ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા અરજદારોને રોકડ અને ગુમ થયેલા મોબાઇલ શોધી પરત અપાવતી પોલીસ
‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત માલવીયાનગર પોલીસના પી.આઇ. જે. આર. દેસાઇ તથા ટીમની કામગીરીઃ ર૪ અરજદારોને રૂા. પ.૮ર લાખ અને ગુમ થયેલા રૂા. ૭.૪પ લાખના ૪૬ મોબાઇલ શોધી પરત અપાવ્યા

રાજકોટઃ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ ફ્રોડનો ભોગ બનનારા અરજદારોના નાણા પરત મળી જાય તે અંગે તેમજ જાહેર સ્થળો, ભીડભાડવાળી માર્કેટમાંથી ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવા માટે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા, જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા અને એ.સી.પી. બી. જે. ચૌધીરીની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પી.આઇ. જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પી. એન. પરમાર, જયદિપભાઇ, લોકરક્ષક રણજીતસિંહ અને જયભાઇ સહિતે સાયબર ક્રાઇમને લગતી ઓનલાઇન અરજીઓની તપાસ કરી ટેકનીકલ એનાલીસીસની મદદથી સાયબર ફ્રોડનો ભોગ બનનારા ર૪ અરજદારોના રૂા. પ,૮ર,૪૬૬ અને ગુમ થયેલા રૂ. ૭,૪પ,૮૦૦ની કિંમતના ૪૬ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા હતા.
(2:58 PM IST)










