તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd October 2024
રેલનગર વિસ્તારની સોસાયટીઓમાં કીચડ રાજઃ રોડ બનાવવાના વાયદા કાગળ ઉપર?
અહીંના રામપાર્ક, મધુવન પાર્ક, સંતોષીનગર સહિતના રહેવાસીઓને તંત્રના વાંકે હાડમારીઃ દરરોજ અનેક ટુ વ્હીલરો સ્લીપ થાય છેઃ અઘટીત ઘટનાની જવાબદારી કોની?

રાજકોટ, તા., રરઃ મનપા તંત્ર દ્વારા ૧૦ દિવસ પહેલા શહેરમાં વરસાદથી તુટી ગયેલ, ખરાબ થયેલ રોડ-રસ્તાના રીપેરીંગની શરૂઆત થઇ છે. પણ રેલનગર વિસ્તારના રહેવાસીઓ હજી કિચડ રાજમાં જ જીવી રહયા છે.
અહીંની રામ પાર્ક સોસાયટી માં અંદાજિત ૧૦૦ જેટલા મકાન આવેલ છે અને બાજુ માં આવેલ શ્રી રેસીડેન્સી જેમાં અંદાજિત ૧૫૦ જેટલા મકાન આવેલ છે બધા લોકોને મેંઇન રોડ સુધી જવા માટે એકજ રસ્તા છે જે રસ્તો કાચો છે..
ચોમાસાની ઋતુ માં વરસાદ ના કારણે રેલ નગર મેઈન રોડ પર આવેલ રામ પાર્કના ગેટથી લઇને રામપાર્ક શેરી નંબર ૧,૨,૩ અને સોસાયટી માં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તામાં ખુબજ પ્રમાણમાં કાદવ - કીચડ તથા ખાડા પડેલા છે અને પાણી ભરાયેલ છે.
ઉપરાંત મેટલના પથ્થર નાખેલા હોવાથી રોડ ખુબ જ ખરાબ પરિસ્થિતિ માં છે. જેના કારણે સોસાયટી માં વસતા લોકો ને મેઈન રોડ સુધી આવા જવામાં ખુબ તકલીફ પડે છે. બાળકોને શાળા એ જવામાં તથા મહિલા ઓ તથા વડીલોને વાહન લઇને નીકળવામાં ભય સર્જાય છે કેમ કે કીચડ વધારે હોવા ના કારણે અનેક વાહનો સ્લીપ થાય છે
જો કોઇ અઘટીત ઘટના ઘટે તો જવાબદારી કોની ? તે અંગે પણ રહેવાસીઓમાં ચર્ચા થઇ રહી છે. કોઇ બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનીકોમાં ઉઠી રહી છે.
(3:24 PM IST)










