<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

સોખડાના કારખાનેદાર રમેશ ડાભી કરોડોના વ્‍યાજમાં ફસાતાં ઝેર પીધું: ૬ શખ્‍સો સામે ગુનો

સોખડાના વિજય ડાભી, સંજય રાઠોડ, મહેશ ગોરીયા પાસેથી ૧ કરોડ ૪૦ લાખ લઇ લાખો ચુકવ્‍યા છતાં વધુ ૧ કરોડ ૪૦ લાખ માંગી ધમકીઃ રાજકોટના પ્રતિપાલસિંહ અને છત્રપાલસિંહે ૬૩ લાખ અને ફાઇલ છોડાવવા ૮૦ લાખ આપી સાટાકરાર મુદ્દત પુરી થયા પહેલા દસ્‍તાવેજ કરી આપવા ધમકી દીધીઃ કારખાનુ વેંચાવી નાખવા ગ્રાહકો મોકલી હેરાન કર્યાના આક્ષેપોઃ કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૨: વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. રાજકોટના સોખડા ગામે રહેતાં અને બંગડી, ઈમિટેશન, વેક્‍સના કારખાના એક સમયે ચલાવતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભી નામના બેતાલીસ વર્ષના યુવાને ધંધાનો વિકાસ કરવા અલગ અલગ લોકો પાસેથી વ્‍યાજે નાણા લઇ વિશાળ બાંધકામ કરી મશીનરી વસાવતાં તે વખતે જ કોરોના આવી જતાં ધંધો પડી ભાંગતા વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં દવા પી આપઘાતનો પ્રયાસ કરવો પડયો હતો. અલગ અલગ ત્રણ શખ્‍સો પાસેથી વ્‍યાજે લીધેલા ૧ કરોડ ૪૦ લાખ સામે ૭૦ લાખ ૬૦ હજાર ચુકવી દીધા હોઇ તેમજ અન્‍ય બે શખ્‍સ પાસેથી વ્‍યાજે લીધેલા ૬૩ લાખ સામે પ્‍લોટનું સાટાકરાર કરાવી લેવાયુ હોઇ અને બેંકમાંથી ફાઇલ છોડાવવા ૮૦ લાખ આપી તેની સામે સાટા કરારની મુદ્દત પુરી થયા પહેલા વ્‍યાજ, મુદ્દલ માંગી રૂપિયા આપી દેવા અથવા પ્‍લોટનો દસ્‍તાવેજ કરી દેવા દબાણ થતું હોઇ ધમકી અપાતી હોઇ ગુનો નોંધાયો છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે સોખડા ગામે શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે પેલટ નં. ૨૬-૨૭માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં રમેશભાઇ ભીમજીભાઇ ડાભી (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સોખડાના વિજય વશરામભાઇ રાઠોડ, સંજય રમેશભાઇ રાઠોડ, મહેશ કેશુભાઇ ગોરીયા, રમેશ વશરામભાઇ રાઠોડ, ઉદયનગરના પ્રતિપાલસિંહ ગીરીરાજસિંહ જાડેજા, છત્રપાલસિંહ જાડેજા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૦૮ (૩), (૪), ૩૫૨, ધી ગુજરાત મનીલેન્‍ડ એક્‍ટની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

રમેશભાઇ ડાભીએ ફરિયામદાં જણાવ્‍યું છે કે હું પત્‍નિ રાજુબેન સાથે રહુ છું અને ઇમિટેશનનું કામ કરુ છું. સોખડા ગામે મારી માલિકીની જમીન છે જ્‍યાં કૈલાસ વેક્‍સ એન્‍ડ મેન્‍યુફેકચર મારા નામથી અને કૈલાસ ઇન્‍ડસ્‍ટ્રીઝ મારા પત્‍નિના નામથી છે અને તેમાં હું ઇમિટેશન તથા બંગડીના પાઇપ, વેક્‍સ-મીણ બનાવવાનું કારખાનુ ચલાવતો હતો. હાલ આ કારખાના બંધે છે. આ બંને કારખાનના એકાઉન્‍ટ પેઢી અલગ છે. મારે સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બાર વર્ષ પહેલા ઇમિટેશનનું કારખાનુ ચાલુ હતુ ત્‍યારે ધંધો વધી જતાં મોટો પ્રોજેક્‍ટ ચાલુ કરવો હોઇ થોડા રૂપિયા હાથ પર હતાં. ૨૦૧૭માં મેં સોખડાની સ.નં. ૧૩ની જમીનના શ્રીહરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાર્કના પ્‍લોટ નં. ૨૬-૨૭ની ૧૧૨૪ વાર જમીન ખરીદી હતી. જેમાં ૧ કરોડ ૯૦ લાખના ખર્ચે બાંધકામ કર્યુ હતું. ત્‍યારે પૈસાની જરૂર પડતાં બેંકમાંથી ૯૯ લાખની લોન લીધી હતી.

બાંધકામમાં બે વર્ષ નીકળી ગયા હતાં. બીજા કારખાનાના પ્રોજેક્‍ટ માટે ફરી ૧ કરોડ ૭૦ લાખની લોન મુકી હતી. પણ અગાઉનુ બાંધકામ પુરુ થયુ ન હોઇ લનો થઇ શકે તેમ નહોતી. આથી સોખડા ગામના વિજય રાઠોડ કે જેની સાથે જમીન ખરીદતી વખતે ઓળખાણ થઇ હતી તેની સાથે સારો સંબંધ હોઇ ૨૦૧૯માં મેં તેને રૂબરૂ મળી ૧ કરોડની જરૂર છે તેમ કહેતાં તેણે બે ટકા વ્‍યાજે રકમ અપાવશે તેમ કહેલું. બાદમાં મેં બે ત્રણ વાર મળી રૂપિયાનું કહેતાં તેણે કહેલુ કે મારા બાપાને જમીન વેંચી છે તેના રૂપિયા આવ્‍યા છે પુછીને તમને આપીશ. તેમ કહી બાદમાં ૨૦૧૯માં વિજય રાઠોડ, તેના ભત્રીજા સંજય રાઠોડે મારા કારખાને આવી મને ૧ કરોડ રોકડા દીધા હતાં. દર મહિને બે ટકા વ્‍યાજ નક્કી કર્યુ હતું.

આ રકમ આપ્‍યાનું લખાણ સ્‍ટેમ્‍પ ઉપર કરાયું હતું. આ લખાણ વિજય અને સંજયના નામે અલગ અલગ કર્યુ હતું. ફરી રૂપિયાની જરૂર પડતાં વિજયને વાત કરતાં ફરી વાર તેણે ૪૦ લાખ બે ટકે કેશુભાઇ ગોરીયા પાસેથી અપાવ્‍યા હતાં. આ પછી કારખાનાની મશીનરી ખરીદી હતી. મશીનરી ફીટ કરી કારખાનુ ચાલુ કરાવના હતાં ત્‍યાંજ કોરોના આવી જતાં ધાંમાં મંદી આવી ગઇ હતી. આમ છતાં મેં ૨૭ મહિના સુધી વિજય અને સંજયને બે ટકા વ્‍યગાજ લેખે ૧-૧ લાખ ચુકવી બંનેને કુલ ૫૪ લાખ રોકડા ચુકવી દીધા હતાં. તેમજ મહેશ ગોરીયાને દર મહિને ૮૦ હજાર લેખે બાવીસ મહિના સુધીમાં ૭૦ લાખ ૬૦ હજાર ચુકવી દીધા હતાં. આ દરમિયાન હુ લોનના હપ્‍તા પણ ભરતો હતો. ધંધામં બે અઢી વર્ષ સુધી મંદી રહી હોઇ ખેંચમાં આવી જતાં મારાથી વ્‍યાજ ચુકવી શકાય તેમ નહોતું.

આથી મેં ૨૦૨૨માં વિજયને કહેલુ કે  વ્‍યાજમાં થોડો સંયમ જાળવો. આથી વિજયે કહેલુ કે તો મારુ વ્‍યાજ નથી જોઇતુ, મુદ્દલ આપી દો. તેણે કારખાનુ વેંચીને મુદ્દલ આપી દેવા માંગણી કરી હતી. મેં મુદ્દત માંગતા થોડો સંયમ રાખેલો પછી ત્રણેક મહિના બાદ ફરી વિજય અને સંજયએ રૂબરૂ આવી મુડીની ઉઘરાણી કરતાં મેં કહેલુ કે મારુ કારખાનુ વેંચાય જાય પછી આપી દઇશે. પછી મેં કારખાનુ વેંચવા મુકી દીધુ હતું પણ કિમત મુજબ ગ્રાહક આવતા ન હોઇ વિજય અને સંજયએ કારખાનાની કિમત ૫ કરોડ હોવા છતાં સાડા ત્રણ કરોડ થાય તેમ કહી સસ્‍તમાં કારખાનુ પડાવી લેવા ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. અત્‍યારે જ કારખાનુ વેંચી દે કાં અમારા રૂપિયા આપી દે તેમ કહી દબાણ કરતાં મેં ૨૦૨૩માં મારા ઓળખીતા છત્રપાલસિંહ જાડેજાને પૈસાની જરૂર છે તેમ કહેતાં તેણે પ્રતિપાલસિંહનો સંપર્ક કરાવ્‍યો હતો. તેની ઓફિસ ડો. યાજ્ઞિક કરોડ પર છે.

મેં ત્‍યાં જઇ ૧ કરોડની જરૂર છે તેમ કહેતાં તેણે ૬૦ લાખ કરી આપુ તેમ જણાવી મહિને ૩ ટકા વ્‍યાજ માંગ્‍યું હતું. તેમજ આધાર પુરાવા માટે લખાણ કરી દેવાનું કહેતાં તેણે મને ૬૩ લાખનો ચેક આપ્‍યો હતો. જે રકમ મેં ઉપાડી લીધી હતી અને પ્રતિપાલસિંહને ૬ મહિનાનું વ્‍યાજ ૧૦ લાખ ૮૦ હજાર આપી દીધુ હતું. બાકીના ૧૦  વિજયના અને ૧૦ લાખ વિજયના પત્‍નિના એકાઉન્‍ટમાં આરટીજીએસથી ભર્યા હતાં. એ પછી પંદર દિવસ બાદ પ્રતિપાલસિંહે સાટાકરારની નકલ મને આપતાં તેમાં છ મહિનાની મુદ્દતનું લખાણ હતું અને મારા પ્‍લોટનું સાટાકરાર કરાવી લીધાનું જણાયું હતું. આ વખતે તેને આ બાબતે પુછતાં તેણે કહેલું કે આમા કંઇ ન હોય ખાલી લખાણ છે, તમારુ ક્‍યાં પડાવી લેવુ છે, પૈસા આપશો એટલે લખાણ કેન્‍સલ કરી નાખીશ. તમારાથી રૂપિયા ન થાય ત્‍યાં સુધી લખાણ કરારની મુદ્દત વધારતા જઇશું.

પરંતુ આગળ જતાં મારાથી રૂપિયાની વ્‍યવસ્‍થા ન થતાં અને બેંકમાં પણ હપ્‍તા ચડી જતાં પ્રતિપાલસિંહે કહેલુ કે હું તમારી ફાઇલ બેંકમાં રૂપિયા ભરીને છોડાવી દઇશ પણ એ મારી પાસે રાખીશ., જે રૂપિયા હું ભરુ તેનું વ્‍યાજ ૩ ટકા થશે. તમે રૂપિયા આપશો એટલે ફાઇલ આપી દઇશ. જેથી મેં હા પાડતાં તેણે પ્રોટીનીયમ ફાયનાન્‍સ-બેકંમાં ફાઇલ હતી તેના ૮૦ લાખ પોતાના અલગ અલગ ખાતામાંથી ટ્રાન્‍સફર કરી કુલ ૮૬ લાખ ભરી દીધા હતાં. બાદમાં મારી સાથે બેંકમાં આવી મારા પ્‍લોટ નં. ૨૬ની ફાઇલ છોડાવી લીધી હતી જે તેણે રાખી લીધી હતી. એ પછી લખાણની મુદ્દત પુરી થતી હોઇ મારી પાસે રૂપિયા ન હોઇ મુદ્દત વધારી દેવા કહ્યું હતું. આથી તેણે નવુ સાટાકરાર કરાવ્‍યું હતું. એ પછી ૨૦૨૪ના જુના મહિનામાં છત્રપાલસિંહે ફોન કરી તેની ઓફિસે બોલાવેલ, ત્‍યારે પ્રતિપાલસિંહ પણ હાજર હતાં. મેં કહેલુ કે હજુ રૂપિયાની વ્‍યવસ્‍થા થઇ શકે તેમ નથી જેથી મુદ્દત વધારી આપો. જેથી આ બંનએ કહેલુ કે રૂપિયા ન થાય તો દસ્‍તાવેજ કરી આપો, આમ કહી દબાણ કરતાં મેં સમય માંગ્‍યો હતો. એ પછી છત્રપાલસિંહ અવાર-નવાર ફોન કરી કારખાનના ગ્રાહકોને મોકલવા માંડયા હતાં અને કહેતાં હતાં કે કારખાનુ વેંચી નાખો કાં અમને દસ્‍તાવેજ કરી આપો. મેં તેને કારખાનુ વેંચવુ નથી, ધંધો ચાલુ કરવો છે અને ધંધો જામશે એટલે તરામા રૂપિયા આપી દઇશ તેમ કહ્યું હતું.

 આમ છતાં આ બંને મને ઓફિસે બોલાવી કારખાનુ વેંચી નાખી રૂપિયા આપી દેવા અથવા દસ્‍તાવેજ કરી દેવા કહેતાં હતાં. એ દરમિયાન ૨૦૨૩મા મેં વિજયને ૨૦ લાખ આપ્‍યા હોઇ તે ઉઘરાણીએ આવતો નહોતો. પરંતુ બાદમાં સંજય રાઠોડ, મહેશ ગોરીયા ઘરે આવી ઉઘરાણી કરતાં હતાં અને મારા છોકરાને ગાળો દઇ ૧ કરોડ ૪૦ લાખ માંગી મારવા દોડી ધમકી આપતાં હતાં. ગામમાં પણ વિજય મને મળતો ત્‍યારે ઉઘરાણી કરતો હતો. તેમજ કારખાનુ કે મકાન ખાલી કરી દેવાનું અને માર મારવાની ધમકી આપતો હતો. મારા મોટા દિકરા રોહીતને પણ સંજય ગામમાં ભેગો થાય ત્‍યારે ઉઘરાણી કરી ગાળો દઇ ધમકી આપતો હતો. પ્રતિપાલસિંહ પણ સાટાકરારની મુદ્દત પુરી થવામાં હોઇ ફોન કરી રૂબરૂ બોલાવી ધમકી દઇ દસ્‍તોજ કરી દેવા દબાણ કરે છે. આ બધાના ત્રાસથી મેં ૨૨/૭/૨૪ના રાતે બકાલામાં છાંટવાની દવા પી લેતાં મને સારવારમાં લઇ જતાં હું બચી ગયો હતો. હવે તબિયત સારી થતાં પોલીસને અરજી કરી હતી અને તેના આધારે ફરિયાદ કરી છે. તેમ વધુમાં રમેશભાઇ ડાભીએ જણાવતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. વરૂએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:09 PM IST)