News of Tuesday, 22nd October 2024
ફાયનાન્સ કંપનીની ૧૯ લાખથી વધુ બાકીની પ્રશ્ને મકાનનો કબજો લેતા મામલતદાર ચાવડા
મામલતદાર તથા સર્કલ ઓફીસરનું આ સતત પાંચમું સફળ ઓપરેશન

રાજકોટ તા. રરઃ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ. જે. ચાવડા અને સર્કલ ઓફીસર સત્યમ શેરસીયા દ્વારા ધી સિકયુરાઇજેન એકટ હેઠળ મિલકતનો કબ્જો લઇ ફાયનાન્સ કંપનીને સોંપી દઇ કલેકટરને રીપોર્ટ કર્યો છે.
પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા કુરીબેન બચુભાઇ પરમારને રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નંબર ૧૦ પૈકી ૪ ની ''અયોધ્યા પાર્ક'' સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર ૮ પૈકી ઉત્તર દિશાની જમીન ચોરસ મીટર આશરે પ૧.૦પ સહીતના મકાન ''જય ખોડીયાર કૃપા'' આવેલ છે જેના ઉપર તારીખ ૧પ/૧ર/ર૦૧૯ સુધીની બાકી પૈકી લેણી રકમ ૧૯ લાખ અને ત્યારબાદ ચડત વ્યાજની રકમની વસુલાત કરવા માટે સિકયોરાઇઝેશન એકટ અંતર્ગત કલેકટરશ્રીના હુકમ બાદ પાર્ટીને નોટીસ ફટકારાઇ હતી, પરંતુ આમ છતાં લેણી રકમ નહીં ભરતા આખરે મકાનનો કબજો લઇ ૧૯ લાખથી વધુની રકમ વસૂલવા સીલ મારી દઇ ફાયનાન્સ કંપનીને કબજો સોંપી દેવાયો હતો. પૂર્વ વિસ્તારના મામલતદાર શ્રી ચાવડાનું આ મહિનામાં આ સતત પાંચમું સફળ ઓપરેશન પાર પડાયું હતું.
(3:37 PM IST)










