News of Tuesday, 22nd October 2024
જય ઓઝા આર્મીમાં જોડાયો

રાજકોટ : સ્વ. જગદીશભાઇ રામજીભાઇ ઓઝા -ગામ (લાઠી-બાબરા) તેમજ હિતેશભાઇ જગદીશભાઇ ઓઝાના પુત્ર અને ઓઝા પરિવારનું ગૌરવ એવા જય હિતેશભાઇ ઓઝા જે ૨૦ વર્ષની વયે આર્મીમા જોડાયા છે. તેઓ સ્પોર્ટ્સ એથ્લેટિક રનિંગ ઇવેન્ટોમાં પણ જોડાયેલા છે. તેઓએ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અને અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. તસ્વીરમાં જય સાથે તેમના પિતા હિતેષભાઇ અને નીતિનભાઇ ફીચડીયા નજરે પડે છે.
(3:44 PM IST)










