<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

અમિતભાઈ શાહઃ દેશની એકતા-અખંડિતતાને સમર્પિત થઈ લોકસેવાને જીવનમંત્ર બનાવનાર પ્રખર રાષ્‍ટ્રવાદી વ્‍યક્‍તિત્‍વ

અમિતભાઈ શાહ એટલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશના બંધારણ-લોકશાહી-અખંડિતતાની રક્ષા માટે લેવાયેલા ઐતિહાસિક અભૂતપૂર્વ નીતિ-નિર્ણયોનું દ્રઢ ઇચ્‍છાશક્‍તિ સાથે અસરકારક અમલીકરણ કરનાર યશસ્‍વી ગૃહમંત્રીઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ,  કેન્‍દ્રના ગળહ અને સહકારીતા મંત્રી તથા એક વિઝનરી નેતા તરીકે પ્રસ્‍થાપિત થયેલા અમિતભાઈ શાહનો આજે જન્‍મદિવસ હોય તેઓને રાજુભાઈ ધ્રુવે જન્‍મદિવસે મંગલમય શુભેચ્‍છાઓ આપતા જણાવ્‍યું છે કે શ્રી અમિતભાઈ શાહને ઘણી વખત ભારતીય રાજકારણના અર્વાચીન ચાણકયબુદ્ધિ  સફળ અને યશસ્‍વી વ્‍યૂહ રચનાકાર  ગણવામાં આવે છે. તુલના એવા સમયે થાય છે. જ્‍યારે અમિતભાઈ શાહનો કાર્યકાળ આપણી નજરની સામે ફેલાયેલો છે ત્‍યારે આપણે તેમના જીવનની અને આસપાસના સામાન્‍ય સંજોગોની દરેક પરિસ્‍થિતિને સમજીને તેમણે આપેલા યોગદાન નું મહત્‍વ સમજી શકીએ એમ છીએ.

ઘણા લાંબા સમયથી પહેલા ગળહરાજ્‍ય ગુજરાત અને ત્‍યારબાદ સમગ્ર દેશમાં અનેક વિકાસકાર્યો અનેક ઐતિહાસિક નિર્ણયો જેમના માર્ગદર્શન હેઠળ થયા છે તેવા અમિતભાઈ શાહ દેશના મહત્‍વ ના લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે. મોદી સરકાર ના  નેતળત્‍વમાં લેવાયેલા અનેક અગત્‍ય ના મહત્‍વાકાંક્ષી પગલાંઓ અને તેના સચોટ અસરકારક અમલીકરણ દ્વારા અમિતભાઇ શાહે  આજે દેશને નવો રાહ ચીંધ્‍યો છે. વડાપ્રધાન શ્રી મોદીજીની આગેવાનીમાં અમિતભાઈ શાહે અનેક દેશવિરોધી પરિબળોનો સામનો કરીને પણ પોતાના પ્રચંડ મનોબળ અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં લીધેલા દૂરંદેશીભર્યા નિર્ણયોના અમલીકરણની  અસર ભારતીય લોકશાહી ઉપર કાયમ માટે રહેવાની છે. કાશ્‍મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવાના તથા કાશ્‍મીરમાં લોકતાંત્રિક કાયદાઓ -વ્‍યવસ્‍થાઓના અમલ માટે  કેન્‍દ્ર સરકારના નિર્ણયમાં અને તેના જમીની અમલીકરણ માં પણ તેમણે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. આજ સુધી કેન્‍દ્રમાં કોઈ પણ પક્ષની સરકાર હોય પરંતુ જમ્‍મુ કાશ્‍મીર આખા દેશથી અલગ હોય તેવું વાતાવરણ હતું  ત્‍યારે ૩૭૦ મી કલમની નાબૂદી સાથે ભારતની એકતા અને અખંડિતતા ને વધુ મજબૂત કરવાનું અને દેશના દરેક નાગરિકને મળેલી ભારતીય બંધારણની અભયતા જમ્‍મુ કાશ્‍મીરના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય અમિત શાહે પાર પાડ્‍યું છે. આ નિર્ણયને કારણે જ આજે કાશ્‍મીરમાં લોકશાહી પરત ફરી છે.

 અમિતભાઈ શાહે સહકારીતા મંત્રી તરીકે દેશમાં સહકાર ક્ષેત્રનો પણ ઘણો વિકાસ કર્યો છે અને અનેક સહકારી પ્રવળત્તિમાં જોડાયેલા અનેક લોકો-અગ્રણીઓને એક તાંતણે જોડયા છે. અમિતભાઈ શાહે ભારત દેશમાં ફેલાયેલા અનેક સહકારી માળખાઓને એક કાર્યાલય હેઠળ લાવીને માત્ર સહકારી સંસ્‍થાઓને મજબૂત કરવાનું નહીં પણ ભારતના આર્થિક અને સામાજિક વિકાસમાં ફાળો આપવા માટે વધુને વધુ સધ્‍ધર બનાવવાનો પાયો તૈયાર કરી આપ્‍યો છે.જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવમાં અતૂટ-અખૂટ શ્રદ્ધા ધરાવતા શ્રી અમિતભાઇ શાહે સોમનાથ ટ્રસ્‍ટના મોભી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સાથે ટ્રસ્‍ટી તરીકે પણ અમિતભાઇ શાહે સોમનાથ મહાદેવ મંદિર યાત્રાધામમાં યાત્રાળુઓની સુવિધા માટે ઘણા વિકાસ-લોકસેવા કાર્યો કર્યા છે અને સોમનાથ મહાદેવના મંદિરને દેશનું એક ટોચનું ધાર્મિક અને આધ્‍યાત્‍મિક તીર્થ  સ્‍થળ બનાવ્‍યું છે.

આજે અમિતભાઈ  શાહના ૬૦માં જન્‍મદિવસ પ્રસંગે ગુજરાત સરકારે જાહેર કરેલી નમો લક્ષ્મી અને નમો સરસ્‍વતી વિજ્ઞાન સાધના યોજના ગુજરાતમાં શરૂ કરેલી નિરંતર વિકાસ અને વંચિતો સુધી પહોંચવાની પહેલ સાથે  એક વધુ  સમર્પિત ભગીરથ યોજના પ્રચંડ રાજકીય ઇચ્‍છાશક્‍તિ સાથે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ના નેતળત્‍વમાં રાજય સરકાર દ્વારા શરૂ કરી રહ્યા છે.

(4:06 PM IST)