News of Tuesday, 22nd October 2024
કાલે કલેકટરનું બોર્ડઃ ૩૬ કેસો મૂકાશે
ર૮મીએ અમરેલી આવતા વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટના બે મામલતદાર ફરજ ઉપર મૂકાયા

રાજકોટ તા. રરઃ આવતીકાલે સવારે ૧૧ વાગ્યાથી રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ મળશે, અંદાજે ૩૬ કેસો અંગે સુનાવણી થશે, મોટા ભાગના સામાન્ય તકરારીના કેસો હોવાનો નિર્દેશ ગુરૂવારે કલેકટરનો જીલ્લા સ્વાગત કાર્યક્રમ અને બપોર બાદ મુખ્યમંત્રીનો રાજય સ્વાગત કાર્યક્રમ હોય ગુરૂવારનું બોર્ડ રદ્દ કરાયું છે.
દરમિયાન ર૮મીએ અમરેલી આવતા વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજકોટના બે મામલતદાર દક્ષિણ મામલતદાર શ્રી કાકડીયા અને લોધીકા મામલતદાર શ્રી ભાડને સ્પે. ફરજ અમરેલી ખાતે સોંપાઇ છે, શ્રી કાકડીયાને અમરેલી ખાતે પાર્કિંગ વ્યવસ્થા અંગે કાર્યવાહી કરવા સુચના અપાઇ છે.
(3:54 PM IST)










