<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

કોઇ શક... કાલે ‘મિથુનદા'ના લોકપ્રિય ગીતો ગુંજી ઉઠશે

બીગ બી અને બપ્‍પી લહેરીના સુપરહીટ ગીતોની રમઝટ જામશે : આર.ડી.ગ્રુપનો હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ વર્સેટાઇલ સીંગર પાર્થો પ્રતીમ અને વોઇસ ઓફ કિશોરકુમાર દેવાંગ દવે શ્રોતાઓને ડોલાવશે : સ્‍ટેજ પરફોર્મર કવીન મયુરી સોની રમઝટ બોલાવશે

રાજકોટ : આર.ડી.ઇવેન્‍ટસનો આવતીકાલે તા.ર૩ના બુધવારે રાત્રીના ૯.૩૦ વાગ્‍યાથી સંગીત કી મહેફીલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ એક નવીનતમ પ્રકારના કોન્‍સર્ટમાં સુપરસ્‍ટાર અમિતાભ બચ્‍ચન અને સંગીતની દુનિયામાં નોખુ અનોખુ નામ ધરાવતા બપ્‍પી લહેરીનાં સુપરહીટ ગીતોની સાથોસાથ મિથુન ચક્રવર્તીના ગીતોનો પણ કાર્યક્રમ યોજાયેલ છે.

૩પ૦ થી વધુ ફિલ્‍મોમાં મીથુન ચક્રવમર્તીએ અભિનયનાં ઓજસ પાથરેલ સુરક્ષા, તરાના, કમ પાંચ, શૌકીન, વારદાત, ડીસ્‍કો ડાંસર, મુજે ઇન્‍સાફ ચાહીયે, કસમ પેદા કરને વાલે કી, પ્‍યાર જુકતા નહીં, ગુલામી, અગ્નીપથ, લોહા, ગુરૂ, જેવી અનેક હીટ ફિલ્‍મો તેઓ આપી ચુકયા છે.

તેઓની કારકીર્દીમાં બપ્‍પી લહેરીનાં સંગીતનો સીંહ ફાળો હતો એમ કહેવામાં જરા પણ અતિશયોકતી નથી.

આવતીકાલનાં બપ્‍પી લહેરીનાં અને અમીતાભ બચ્‍ચનનાં કોન્‍સર્ટમાં મીથુન ચક્રવર્તીને યાદ કરવાનું કેમ ભૂલાય જેનો ને હાલમાં જ એમને દાદા સાહેબ ફાળદે એવોર્ડ આપવાની જાહેરાત થઇ છે.

મિથુન ચક્રવર્તી (ગૌરાંગ ચક્રવર્તી) આ અભિનેતાનો જન્‍મ ૧૬ જુના ૧૯પ૦ માં થયેલ. મૃગયા ફિલ્‍મથી કારકિર્દી શરૂ કરનાર મીથુન ચક્રવર્તીને પ્રથમ ફિલમમાં જ શ્રેષ્‍ઠ અભિનેતાનો રાષ્‍ટ્રીય પુરસ્‍કાર મળેલ હતો. તેઓ રાજયસભાના સદસ્‍ય પણ રહી ચુકયા છે.

ઘણી બધી ફિલ્‍મમાં અભિનય કરી ચુકયા છે. પરંતુ ૧૯૮૦ના દશકમાં બપ્‍પી લહેરીના સંગીત દીગ્‍દર્શનમાં ડીસ્‍કો સોંગની શરૂઆત થઇ અને મીથુન ચક્રવર્તી એક ખુબ જ સારા ડાન્‍સર હોય તેઓની ફિલ્‍મોએ સમયમાં સીલ્‍વર જયુબીલી અને ગોલ્‍ડન જયુબીલી ઉજવતી.

અમીતાભ બચ્‍ચન અને બપ્‍પી લહેરીની આ જુગલબંધીને લઇ આર.ડી. ગ્રુપ દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે કલકતાથી રાજકોટ પ્રથમવાર રાજકોટ આવતા આજના યુવા ગાયક પાર્થો પ્રતીમને આમંત્રીત કર્યા છે. જેઓ વર્સટાઇલ અને વેરાયટી સીંગર છે અને વોઇસ ઓફ બપ્‍પી લહેરી તો છે જ સાથે તેનઓ ફીમેલ વોઇસમાં લતા-મંગેશકર, આશા ભોંસલે તથા અન્‍ય પ્‍લેબ્રેક સીંગરનાં અવાજને હુબહુ રજુ કરી શકે છે જે ઇશ્વરની તેમના પર કૃપા છે. તેઓ ગુજરાતમાં રાજકોટ ખાતે પ્રથમવાર આવી રહ્યા હોય સંગીત ચાહકોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ કોન્‍સર્ટ કિશોરકુમારના ગીતો વગર અધુરો ન રહે તે માટે રાજકોટમાં જેમણે પોતાની લાજવાબ ગાયકી દ્વારા સંગીત શ્રોતાજનોમાં છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટના શ્રોતાઓને પોતાના અવાજના જાદુથી લોકોના દીલમાં સ્‍થાન મેળવી લીધુ છે તેવા સુરતથી વોઇસ ઓફ કીશોરકુમાર દેવાંગ દવે શ્રોતાઓને ડોલાવી દેશે.

આ બન્ને કલાકારોને પોતાના લાજવાબ અવાજ અને સ્‍ટેજ પરફોર્મર કવીન મયુરી સોની અમદાવાદ થી આવે છે. શેરોન પ્રભાકર, ઉષા ઉથ્‍થુયના ઘેરા અવાજ સોથ લતા-આશાનાં ગીતોમાં પણ તેઓ ગુજરાતભરમાં  સારી એવી લોકચાહના મેળવી ચૂકયા છે. રાજકોટનાં યુવા અને અનુભવી રીધમ કન્‍ડકટર હિતેશ ઢાંકેચા એન્‍ડ ટીમ રાજકોટ વાસીઓને બપ્‍પી લહેરીની યાદ અપાવી દેશે.

આ સમગ્ર કાર્યક્રમ જયારે આર. ડી. ગ્રુપ, - આર. ડી. ઇવેન્‍ટ-રાજકોટ. રાકેશભાઇ પોપટ અને પરેશભાઇ પોપટ આયોજનમાં  અને કાર્યક્રમનું સંચાલન તેજશ શીશાંગીયા કરશે. સમગ્ર કાર્યક્રમ દરમ્‍યાન ગાયકો - વાદ્યકારો વચ્‍ચે એક સંકલન કરવાની  જવાબદારી સંભાળશે. રાજકોટનાં યુવા પ્રતીભા કલાકાર દર્શીત કાનાબાર અને ગ્રુપ દ્વારા કોરસની રજૂઆત આબેહુબ રજૂ થશે.

ટીકીટ અને વધુ માહીતી માટે મો. ૯૭ર૪૪ ૮૧૦૧૦ અને બુક માય શો પરથી ટીકીટ બુક કરી શકાશે.

(4:36 PM IST)